ભૂતપૂર્વ PM શેખ હસીનાને બાંગ્લાદેશમાં મળી મૃત્યુદંડની સજા, આ મામલે ભારતની પ્રતિક્રિયા પણ આવી સા

ભૂતપૂર્વ PM શેખ હસીનાને બાંગ્લાદેશમાં મળી મૃત્યુદંડની સજા, આ મામલે ભારતની પ્રતિક્રિયા પણ આવી સામે

11/18/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભૂતપૂર્વ PM શેખ હસીનાને બાંગ્લાદેશમાં મળી મૃત્યુદંડની સજા, આ મામલે ભારતની પ્રતિક્રિયા પણ આવી સા

બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને ગયા વર્ષે જુલાઈમાં તેમની સરકાર સામે વ્યાપક વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલા ‘માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે સોમવારે એક વિશેષ ટ્રિબ્યૂનલ દ્વારા તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ તેમની સરકારના પતન બાદ ભારતમાં રહેતા 78 વર્ષીય હસીનાને ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યૂનલ-બાંગ્લાદેશ (ICT-BD) દ્વારા સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે અગાઉ તેમને ભાગેડુ જાહેર કર્યા હતા.


વિરોધ પ્રદર્શનો પર ઘાતક કાર્યવાહી પાછળ હસીનાનો જ હાથ હતો - ICT

વિરોધ પ્રદર્શનો પર ઘાતક કાર્યવાહી પાછળ હસીનાનો જ હાથ હતો - ICT

ઢાકામાં ભારે સુરક્ષાવાળા કોર્ટરૂમમાં ચુકાદો વાંચતા ટ્રિબ્યુનલે કહ્યું કે ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર સાબિત કર્યું છે કે ગયા વર્ષે 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનો પર ઘાતક કાર્યવાહી પાછળ હસીનાનો હાથ હતો. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કાર્યાલયના એક અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે લગભગ એક મહિના સુધી ચાલેલા આંદોલન દરમિયાન 1,400 લોકો માર્યા ગયા હતા, જેને ‘જુલાઈ વિદ્રોહ તરીકે પણ ઓળખવામાં આવે છે. હસીનાને નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ સામે ઘાતક બળનો ઉપયોગ કરવાનો આદેશ આપવા, ઉશ્કેરણીજનક નિવેદનો આપવા, ઢાકા અને આસપાસના વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓની હત્યા કરવા માટે એક ઝુંબેશને અધિકૃત કરવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.


શેખ હસીનાને મૃત્યુદંડની સજા મળવા પર ભારતની પ્રતિક્રિયા

શેખ હસીનાને મૃત્યુદંડની સજા મળવા પર ભારતની પ્રતિક્રિયા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યૂનલ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા અંગે ભારતની પહેલી પ્રતિક્રિયા આવી છે. ભારતે જણાવ્યું છે કે તે ચુકાદા પર નજીકથી નજર રાખી રહ્યું છે અને બાંગ્લાદેશના હિત માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યૂનલ દ્વારા શેખ હસીના વિરુદ્ધ આપવામાં આવેલા ચુકાદાની નોંધ લીધી છે.

ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે નજીકના પાડોશી તરીકે, તે બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશીતા અને સ્થિરતા જાળવવી જરૂરી છે અને ભારત હંમેશા આ મૂલ્યોના સમર્થનમાં ઉભું રહેશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત, ભવિષ્યમાં પણ બાંગલાદેશ સાથે જોડાયેલા બધા પક્ષો સાથે રચનાત્મક સંવાદ ચાલુ રાખશે, જેથી દેશમાં સ્થિરતા અને લોકશાહી માહોલ કાયમ રહે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top