ક્રિકેટ મેચ દરમિયાન શાનદાર કેચ પકડતા ઢળી પડ્યો આ ખિલાડી, ભારત મેચ જીતીને પણ હારી ગયું, જુઓ વિડિ

ક્રિકેટ મેચ દરમિયાન શાનદાર કેચ પકડતા ઢળી પડ્યો આ ખિલાડી, ભારત મેચ જીતીને પણ હારી ગયું, જુઓ વિડિયો

10/25/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટ મેચ દરમિયાન શાનદાર કેચ પકડતા ઢળી પડ્યો આ ખિલાડી, ભારત મેચ જીતીને પણ હારી ગયું, જુઓ વિડિ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ, ભારતીય ટીમના નામે એક નિરાશાજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા સતત 18મી વનડે મેચમાં ટોસ હારી ગઈ છે, જેનો સિલસિલો 2023ના વર્લ્ડ કપ ફાઈનલથી શરૂ થયો હતો. બીજી બાજુ પહેલી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 236 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેની સામે રોહિત અને વિરાટની શાનદાર બેટિંગે 1 જ વિકેટના નુકસાને લક્ષ્યને પાર પાડી દીધું હતું. આ સાથે ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતી લીધી છે.  



વાઈસ કેપ્ટન શ્રેયસ ઐય્યરનો જોરદાર કેચ

આ મેચમાં ભારતીય ટીમ જોરદાર ફિલ્ડીંગ કરી હતી. ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ ઐય્યરે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. પરંતુ આ કેચ પકડતા પકડતા શ્રેયસ ઐય્યર ઈજાગ્રસ્ત થયા હતા. અને તેમને મેદાન છોડીને જવું પડ્યું હતું. આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 34મી ઓવરમાં બની હતી. બેકવર્ડ પોઈન્ટ પર શ્રેયર ઐય્યર ઝડપથી પાછળ દોડ્યા અને હવામાં છલાંગ લગાવીને બોલને પકડી લીધો. કેચ કરતી વખતે શ્રેયસ જોરદાર રીતે નીચે પટકાયા અને તેમને કમરના ભાગે વાગ્યું પણ હતું. જો કે ડોક્ટરે તેમની મેદાન પર સારવાર કરી પણ તે ફિલ્ડીંગ કરવાની સ્થિતિમાં નહોતા. દુખાવાના કારણે તેમને મેદાનની બહાર જવું પડ્યું હતું.


કોહલી-રોહિતનું શાનદાર પ્રદર્શન

કોહલી-રોહિતનું શાનદાર પ્રદર્શન

પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર રીતે ફોર્મમાં પાછા ફરતાં ઓસ્ટ્રેલિયન બોલર્સને ધૂળ ચટાડી દીધી હતી. અને 1 જ વિકેટના નુકસાન પર ટીમ ઈન્ડિયાએ 237 રનનું લક્ષ્ય આસાનીથી પાર પાડી દીધું  હતું. જેમાં કોહલીએ 74 રન અને રોહિત શર્માએ 121 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડેની શ્રેણીનો 2-1થી પરાજય સાથે અંત આણ્યો હતો.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top