ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની સુરક્ષામાં મોટી ચૂંક, બાઇક સવાર યુવકે..
અત્યારે ICC વુમન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ મેચો ભારત અને શ્રીલંકામાં રમાઈ રહી છે. વર્લ્ડ કપ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. સેમીફાઇનલ માટે લગભગ ચારેય ટીમો ફિક્સ થઈ ચૂકી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની સુરક્ષામાં મોટી ચૂંક સામે આવી છે.
aajtak.inના રિપોર્ટ મુજબ, 2 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે છેડતી કરવામાં આવી હોવાનો આરોપ છે. બાઇક પર આવેલા એક યુવકે 2 મહિલા ખેલાડીઓને છેડવાનો પ્રયાસ કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે ખેલાડીઓ હૉટેલ રેડિસન બ્લૂથી એક કાફે જઈ રહી હતી. માહિતી મળતા ખેલાડીઓએ તાત્કાલિક SOS નોટિફિકેશન મોકલી. જાણ થતા જ તાત્કાલિક સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરક્ષા અધિકારી ડેની સિમન્સની ફરિયાદ બાદ MIG પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. આરોપીની ઓળખ અકીલ તરીકે થઈ છે, જેની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ ઘટના ત્યારે સામે આવી છે, જ્યારે આજે ઓસ્ટ્રેલિયન ટીમની મેચ દક્ષિણ આફ્રિકા સાથે થવાની છે. બંને ટીમો વચ્ચે આ મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાવાની છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને જ ટીમો સેમીફાઈનલમાં જગ્યા સુનિશ્ચિત કરી ચૂકી છે. આ મેચને જીતનાર ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp