હળદરવાળું દૂધ કે હળદરવાળું પાણી શું વધારે ફાયદાકારક? કોનો ક્યારે ઉપયોગ કરવો? થશે ઘણા ફાયદાઓ આજે

હળદરવાળું દૂધ કે હળદરવાળું પાણી શું વધારે ફાયદાકારક? કોનો ક્યારે ઉપયોગ કરવો? થશે ઘણા ફાયદાઓ આજે જ જાણો.

10/25/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

હળદરવાળું દૂધ કે હળદરવાળું પાણી શું વધારે ફાયદાકારક? કોનો ક્યારે ઉપયોગ કરવો? થશે ઘણા ફાયદાઓ આજે

હળદર ન માત્ર ભારતીય રસોડાનો મહત્વપૂર્ણ હિસ્સો છે પરંતુ તે આયુર્વેદમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. હળદર ન માત્ર ભોજન માટે નેચરલ કલરનું કામ કરે છે, પરંતુ દુનિયાની સૌથી શક્તિશાળી નેચરલ વસ્તુઓમાંથી એક છે. તેમાં રહેલું કર્ક્યુમિન તેને તેનો ચમકતો પીળો રંગ આપવાની સાથે તેને આરોગ્યપ્રદ બનાવે છે. કર્ક્યુમિન બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને હીલિંગ એટલે કે ઉપચાર કરવાની ક્ષમતા માટેના ગુણધર્મો ધરાવે છે. ઉપરાંત તે શરીરને ઈન્ફેક્શનથી બચાવવા, સાંધાના દુખાવામાં રાહત આપવા, પાચન સુધારવા અને આખા શરીરના આરોગ્યને સારું બનાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

હળદરના ઉપચાર માટેના ઘરેલું ઉપયોગની પદ્ધતિઓમાં સૌથી વધુ લોકપ્રિય હળદરનું પાણી અને હળદરનું દૂધ છે. તેના અદભૂત ફાયદાઓના કારણે લોકો તેનો ઉપયોગ ઘણી રીતે ઉપયોગ કરે છે. શરીર પર તેની અસરો અલગ-અલગ છે. હળદરનું પાણી અને હળદરનું દૂધ એકબીજાના પૂરક છે. તેમનો પરસ્પર કોઈ મુકાબલો નથી. જો તમને ખબર ન હોય કે તેમની વચ્ચે શું તફાવત છે અને કયું તમારા માટે વધુ ફાયદાકારક છે ચાલો જાણીએ.


હળદરવાળા પાણીના ફાયદા અને નુકસાન

હળદરવાળા પાણીના ફાયદા અને નુકસાન

હળદરવાળું પાણી શાનદાર મોર્નિંગ ડ્રિંક છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને હળવું ડિટોક્સ પૂરું પાડે છે. ઉપરાંત તે લીવરના સ્વાસ્થ્યને પણ સપોર્ટ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે તે પાચનમાં સુધારો કરે છે, બાઈલ (પિત્ત જૂસ) પ્રોડક્સનને બૂસ્ટ કરે છે અને પેટનું ફૂલવું ઘટાડે છે. તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજન ઘટાડવા અથવા કંટ્રોલ રાખનારા માટે સારો ઉપાય છે.

પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાણીમાં સંપૂર્ણપણે ઓગળતું નથી, તેથી શરીર તેને ઓછી માત્રામાં શોષી લે છે. તે હળવી બીમારીઓમાં રાહત માટે સારું છે, પરંતુ ઊંડા બળતરા અથવા દુ:ખાવા માટે તે વધુ અસરકારક નથી. હળદરવાળું પાણી હળદરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઘણા લોકો તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ વધારવા માટે તેમાં એક લીંબુનો રસ, મધ અથવા કાળા મરી પણ નાખે છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ હળદરવાળું પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે.


હળદરવાળા દૂધના ફાયદા અને નુકસાન

હળદરવાળા દૂધના ફાયદા અને નુકસાન

હળદર વાળું દૂધ ભારતીય ઘરોમાં રાત્રિના સમયે પીવાતું રિલેક્સિંગ ડ્રિંક છે જે લોકો પેઢીઓથી પી રહ્યા છે. હળદરવાળું દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને શરદી, ખાંસી અને ચેપ સામે રક્ષણ આપે છે. દૂધમાં રહેલી ચરબી હળદરમાં રહેલા કર્ક્યુમિનને શરીર દ્વારા વધુ સારી રીતે શોષી લે છે, જેનાથી સાંધાના દુખાવા અને બળતરામાં રાહત મળે છે. ગરમ દૂધ શરીરને આરામ આપે છે, જ્યારે હળદર મનને શાંત કરે છે. તેનાથી ઊંઘ સારી આવે છે. તે પ્રોટીન, કેલ્શિયમ અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર એક પૌષ્ટિક પીણું છે.

પરંતુ હળદરવાળા દૂધમાં હળદરવાળા પાણી કરતાં વધુ કેલરી હોય છે. જે લોકો લેક્ટોઝ ઈન્ટોલરેન્ટ હોય છે તેમના માટે તે યોગ્ય નથી. જો કે તેનાથી બચવા માટે તમે તેને પ્લાન્ટ બેસ્ડ મિલ્કમાં બનાવી ઉપયોગમાં શકો છો. દૂધને હળદર સાથે થોડું ગરમ ​​કરીને બનાવવામાં આવે છે. ઘણા લોકો તેનો સ્વાદ અને અસરકારકતા વધારવા માટે કાળા મરી, આદુ અથવા તજ પણ નાખે છે. હળદર વાળુ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું સૌથી વધુ ફાયદાકારક હોય છે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top