વૈષ્ણોદેવી દર્શન કરીને પરત ફરતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 3 શ્રદ્ધાળુના મોત; 29 ઇજાગ્રસ્ત

વૈષ્ણોદેવી દર્શન કરીને પરત ફરતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 3 શ્રદ્ધાળુના મોત; 29 ઇજાગ્રસ્ત

12/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વૈષ્ણોદેવી દર્શન કરીને પરત ફરતા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, 3 શ્રદ્ધાળુના મોત; 29 ઇજાગ્રસ્ત

રાજસ્થાનના સીકરમાં ગમખ્વાર અકસ્માત થવાની ઘટના સામે આવી છે. વૈષ્ણોદેવી મંદિરથી દર્શન કરીને પરત આવતી ગુજરાતી મુસાફરોના બસને અકસ્માત નડ્યો હતો. સીકરના ફતેપુર પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 3 લોકોના મોત થઈ ગયા છે. તેમજ 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડના રહેવાસી છે. આ બધા વૈષ્ણોદેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને ખાટુશ્યામજી જઈ રહ્યા હતા. બસમાં લગભગ 50 લોકો સવાર હતા.


ટક્કરથી બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો

ટક્કરથી બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો

માહિતી અનુસાર, સ્લીપર બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી. જ્યારે ટ્રક ઝુંઝુનૂથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા હતા.

માહિતી મળતા જ, ASP ફતેહપુર સદર તેજપાલ સિંહ, સ્ટેશન હાઉસ ઓફિસર સુરેન્દ્ર દેગરા અને ફતેહપુર કોતવાલી સ્ટેશન હાઉસ ઓફિસર મહેન્દ્ર કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ફતેહપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 17 લોકોને ફતેહપુરથી સીકર હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.


બસ ડ્રાઈવર સહિત 3ના મોત

બસ ડ્રાઈવર સહિત 3ના મોત

ફતેહપુર સદર પોલીસ સ્ટેશનના SHO સુરેન્દ્ર દેગડાએ જણાવ્યું કે અકસ્માત મોડી રાત્રે થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સ્લીપર બસ બિકાનેરથી જયપુર તરફ જઈ રહી હતી, જ્યારે ટ્રક જયપુરથી બિકાનેર તરફ આવી રહ્યો હતો. હાઈવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા બંને વાહનો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને મુસાફરોમાં ભય તથા દહેશતનો માહોલ છવાઈ ગયો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ ટુકડી અને પોલીસને જાણ કરી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા અને ઘાયલોને બહાર કાઢવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા.

અકસ્માતમાં બસ યાત્રી મયંક અને ડ્રાઈવર કમલેશનું મોત થયું. એક મૃતકની ઓળખ થઈ નથી. રાજસ્થાનના ફલોદીમાં 1 મહિના અગાઉ મોટો માર્ગ અકસ્માત થયો. બાપિની સબડિવિઝનના માટોડામાં એક ટેમ્પો-ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાયું. 15 મુસાફરોનાં મોત થયા અને બે અન્ય ઇજાગ્રસ્ત થયા. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top