ગુજરાતને શરમસાર કરતી ઘટના! 6 વર્ષની માસૂમ પર દુષ્કર્મનો પ્રયાસ, સફળ ન થતા આરોપીએ સળિયા જેવું ધારદાર હથિયાર ગુપ્તાંગમાં ઘૂસાડી દીધું
ગુજરાતને શરમસાર કરનારી ઘટના સામે આવી છે. આ ઘટના વિષે તમે જાણશો તો તમને પણ પીડિતા પ્રત્યે દયા અને આરોપી પ્રત્યે ગુસ્સો આવ્યા વિના ન જ રહે. રાજકોટ જિલ્લામાં એટકોટ (જસદણ)ની આ ઘટના છે. દાહોદ પંથકનો એક શ્રમજીવી પરિવાર ખેતમજૂરી કરવા ગયો હતો. તેમની 6 વર્ષની દીકરી રમી રહી હતી, ત્યાંથી ઉપાડી જઇને એક શખ્સે મોઢું દબાવીને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, પીડિતા બાળકીએ બૂમાબૂમ કરી દેતા આરોપી તેમાં સફળ ન થયો, તો હેવાનિયતની હદ વટાવી દીધી હતી અને બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવી ધારદાર વસ્તુ નાખી દીધી હતી અને પછી તે ફરાર થઈ ગયો.
6 વર્ષની દીકરી ન મળતા પરિવારે બાળકીની શોધખોળ આંચરી હતી, આ દરમિયાન તેમણે આ બાળકો નજીકના ખેતરમથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક જનાના હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બીજી તરફ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ 10 જેટલા શંકાસ્પદોને રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકી મુખ્ય આરોપી 30 વર્ષીય રમસિંગ તેરસિંગને ઓળખી કાઢ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
આરોપી તેજસિંગ 3 બાળકોનો પિતા છે અને મૂળ અલીરાજપુરનો રહેવાસી છે, જ્યારે પીડિત પરિવાર દાહોદ જિલ્લાનો રહેવાસી છે. જનાના હોસ્પિટલનાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર હાલ બાળકીની તબિયત સ્થિર છે અને આગામી 2-3 દિવસમાં રિકવર થયા બાદ રજા આપી દેવામાં આવશે તેવી શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp