H1-B, H-4 વિઝા માટે અરજી કરનારા ભારતીયોની મુશ્કેલીઓ વધી, અમેરિકન દૂતાવાસે અરજદારો માટે જાહેર કર

H1-B, H-4 વિઝા માટે અરજી કરનારા ભારતીયોની મુશ્કેલીઓ વધી, અમેરિકન દૂતાવાસે અરજદારો માટે જાહેર કરી એડવાઈઝરી

12/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

H1-B, H-4 વિઝા માટે અરજી કરનારા ભારતીયોની મુશ્કેલીઓ વધી, અમેરિકન દૂતાવાસે અરજદારો માટે જાહેર કર

ભારતમાં અમેરિકન દૂતાવાસે વિઝા અરજદારો માટે એક મુખ્ય એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે અરજદારોને સલાહ આપી છે કે જો તેમને રિશેડ્યૂલની સૂચના મળી ચૂકી હોય તો તેઓ ઇન્ટરવ્યૂ તારીખો પર દૂતાવાસમાં ન આવે. દૂતાવાસે ચેતવણી આપી છે કે, જે અરજદારો અપડેટ કરેલી એપોઇન્ટમેન્ટને અવગણે છે અને જૂની તારીખે પહોંચે છે તેમને એન્ટ્રી આપવામાં નહીં આવે. અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું કે તારીખ હવે માર્ચ 2026 સુધી મુલતવી રાખવામાં આવી છે એટલે કે, રાહ જોવાની મુદત 3-4 મહિના લંબાવવામાં આવી છે.

દૂતાવાસે X પર લખ્યું કે, 'જો તમને ઇમેઇલ મળ્યો છે કે, તમારી વિઝા એપોઇન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે, તો મિશન ઇન્ડિયા તમારી નવી એપોઇન્ટમેન્ટ તારીખ પર મદદ કરવા તૈયાર છે. તમારી પાછલી એપોઇન્ટમેન્ટ તારીખ પર આવવાથી તમને દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં પ્રવેશ મળશે નહીં.'


અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવામાં આવશે

અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવામાં આવશે

અમેરિકાએ એક નવો નિયમ લાગુ કર્યો છે કે દરેક H-1B અને H-4 વિઝા અરજદારને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન અને સ્નેપચેટ સહિત તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સંપૂર્ણ તપાસ કરવી પડશે. આ તપાસ 15 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. અમેરિકન દૂતાવાસ આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એટલો સમય માંગી રહી છે કે તેઓ ડિસેમ્બરના બધા ઈન્ટરવ્યૂ લઈ શકે તેમ નથી. આ કારણે બધી એપોઇન્ટમેન્ટ મુલતવી રાખવામાં આવી છે.

અમેરિકન દૂતાવાસે કડક ચેતવણી આપતા કહ્યું કે, ‘જો તમને એવો ઇમેઇલ મળે કે તમારો ઈન્ટરવ્યૂ ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો છે, તો જૂની તારીખે દૂતાવાસ પર જરાય ન આવતા. જો તમે જૂની તારીખે દૂતાવાસ આવ્યા તો તમને અંદર ઘૂસવા નહીં દઈએ અને તેમને પાછા મોકલી દેવામાં આવશે. વિઝા ઈન્ટરવ્યૂ માટે શેડ્યૂલ કરાયેલા લોકોએ હવે તેમના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ગોપનીયતા સેટિંગ્સ અત્યારથી પબ્લિક કરી દેવી પડશે એટલે કે છે કે કોઈપણ પોસ્ટ, ફોટા, સ્ટોરી અથવા ટિપ્પણીઓ ખાનગી ન રહે. ફક્ત ત્યારે જ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે, જ્યારે બધું અમેરિકન અધિકારીઓ જોઈ શકે.


H1-B વિઝા માટે અરજી કરનારા ભારતીયોની મુશ્કેલીઓ વધી

H1-B વિઝા માટે અરજી કરનારા ભારતીયોની મુશ્કેલીઓ વધી

આ નિયમ બધા દેશોના નાગરિકોને લાગૂ પડે છે, પરંતુ ભારતમાં H-1B વિઝા અરજદારોની સંખ્યા સૌથી વધુ છે. ભારતીયોને દર વર્ષે H-1B વિઝાના 70-75% મળે છે, એટલે ભારતીયો પર સૌથી વધુ અસર પડી રહી છે.

આ અગાઉ સપ્ટેમ્બરની શરૂઆતમાં ટ્રમ્પ વહીવટીતંત્રે નવા H-1B વિઝા પર 100,000 ડોલર એટલે કે લગભગરે 85 લાખ રૂપિયાની વધારાની ફી લગાવી દીધી હતી. ઘણા દેશોના લોકો માટે ગ્રીન કાર્ડ અને નાગરિકતા અરજીઓ પણ અટકાવી દેવામાં આવી હતી. હવે, આ સોશિયલ મીડિયા તપાસ અને રદ કરાયેલા ઈન્ટરવ્યૂને કારણે ભારતીય IT વ્યાવસાયિકો માટે અમેરિકાની મુસાફરી કરવાનું વધુ મુશ્કેલ બન્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top