રજનીકાંત સાથે કામ કરવા નહોતી માગતી ઐશ્વર્યા રાય, ના પાડી દીધેલી, પછી..
રજનીકાંત દક્ષિણ ભારતના સુપરસ્ટાર છે અને તેમની સાથે કામ કરવાનું દરેક હિરોઈનનું સપનું હોય છે. જોકે, જ્યારે બોલિવૂડ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચનને તક આપવામાં આવી ત્યારે તેણે ના પાડી દીધી હતી. જોકે, ઐશ્વર્યાએ પછીથી રજનીકાંત સાથે 2010માં આવેલી ફિલ્મ એન્થિરન, એટલે કે રોબોટમાં કામ કર્યું હતું, જે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.
1999ની સુપરહિટ ફિલ્મ ‘પદયપ્પા’ ફરીથી થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફરીથી રિલીઝ થાય તે પહેલાં રજનીકાંત ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયાને યાદ કરીને ખુલાસો કર્યો કે તેઓ નીલંબરીની ભૂમિકા માટે ઐશ્વર્યા રાયને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ એવું થયું નહીં. તેમને ઝડપથી ખ્યાલ આવી ગયો કે ઐશ્વર્યાને ફિલ્મમાં રસ નથી.
રજનીકાંતે તેમના વીડિયોમાં કહ્યું કે, ‘અમે નીલંબરીની ભૂમિકા માટે ઐશ્વર્યા રાયને કાસ્ટ કરવા માંગતા હતા. અમે ખૂબ જ મુશ્કેલીથી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જો તેણે હા પાડીહોત, તો હું 2-3 વર્ષ રાહ જોવા તૈયાર હતો, કારણ કે ભૂમિકા જ એવી હતી. આ પાત્ર હિટ થવું જરૂરી હતું. પરંતુ અમને ખબર પડી કે તેને રસ નથી. શ્રીદેવી, માધુરી દીક્ષિત અને બીજા ઘણા નામો પર વિચાર કરવામાં આવ્યો હતો. પણ અમને એવી નાયિકાની જરૂર હતી જેની આંખોમાં એવી શક્તિ હોય જે નીલામ્બરીનું પાત્ર ભજવી શકે, એક પ્રકારનો એટિટ્યુડ. ત્યારે રવિકુમારે રામ્યા કૃષ્ણનનું નામ સૂચવ્યું.
‘પદયપ્પા’ની કહાની રજનીકાંતે પોતે લખી હતી. તેમણે જણાવ્યું કે નીલામ્બરીનું પાત્ર કલ્કીની પ્રખ્યાત તમિલ નવલકથા પોન્નીયિન સેલ્વનની નંદિનીથી પ્રેરિત હતું. રજનીકાંતે કહ્યું કે, ‘આ વાર્તા મારા હૃદયની નજીક છે. મને કલ્કીની પોન્નીયિન સેલ્વન ખૂબ ગમતી હતી અને હું નંદિની જેવા પાત્ર પર આધારિત કહાની બનાવવા માંગતો હતો, અને તેના પરિણામે પદયપ્પા બન્યો. મેં શીર્ષક સૂચવ્યું, પરંતુ દિગ્દર્શક કે.એસ. રવિકુમાર સહમત ન થયા, પરંતુ મેં તેમને મનાવી લીધા.’
રસપ્રદ વાત એ છે કે, ઐશ્વર્યા રાયે પાછળથી મણિરત્નમની પોન્નીયિન સેલ્વન (2022)માં નંદિનીની ભૂમિકા ભજવી હતી. કે. એસ. રવિકુમાર દ્વારા દિગ્દર્શિત, પદયપ્પા સમય જતા એક કલ્ટ ફિલ્મ બની ગઈ છે, ખાસ કરીને રામ્યા કૃષ્ણનના નીલંબરી તરીકેના યાદગાર અભિનયને કારણે. રિલીઝ થયા બાદ, તે ની સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની અને ઉદ્યોગ માટે નવા રેકોર્ડ બનાવ્યા. હવે, તેની 25મી વર્ષગાંઠ પર, રજનીકાંતે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp