ગુજરાત સરકારનો મોટો નિર્ણય! જન્મ-મરણના દાખલામાં નામ સુધારા માટે નવા નિયમો જાહેર કરાયા, જુઓ સંપૂ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! જન્મ-મરણના દાખલામાં નામ સુધારા માટે નવા નિયમો જાહેર કરાયા, જુઓ સંપૂર્ણ માહિતી

11/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત સરકારનો મોટો નિર્ણય! જન્મ-મરણના દાખલામાં નામ સુધારા માટે નવા નિયમો જાહેર કરાયા, જુઓ સંપૂ

ગુજરાતમાં જન્મ અને મરણના દાખલાને લઈને મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નવી એડવાઇઝરી જાહેર કરી છે. જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા આજે (26 નવેમ્બર) એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં બાળકના નામ સાથે માતા-પિતાની વિગતો કેવી રીતે દાખલ કરવી તેના સ્પષ્ટ માર્ગદર્શનો જાહેર કરવામાં આવ્યા છે.


એડવાઈઝરીમાં શું-શું કહેવામાં આવ્યું છે?

એડવાઈઝરીમાં શું-શું કહેવામાં આવ્યું છે?

એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય પરિસ્થિતિમાં જૈવિક પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે. જોકે, કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં છૂટછાટ પણ આપી છે. જો માતા પિતા અલગ રહેતા હોય. કોર્ટ કસ્ટડી અલગ હોય. અથવા પિતાનું નામ દાખલ કરવું શક્ય ન હોય. તો અરજદાર યોગ્ય દસ્તાવેજો રજૂ કરે તો પિતાનું નામ ન દાખલ કર્યા વિના પણ જન્મ પ્રમાણપત્ર મેળવી શકાય છે.

એડવાઇઝરી મુજબ, જો માતાનું નામ અને અટક બાળકના નામ પાછળ રાખવા  હોય, તો તે માટે કોર્ટનો કસ્ટડી ઓર્ડર અથવા અન્ય સત્તાવાર દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આ પગલાનો હેતુ નામ દાખલ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને કાયદાકીય રીતે સાચી વિગતો જ દાખલ થાય તે સુનિશ્ચિત કરવાનું છે.

એડવાઇઝરી મુજબ, ફક્ત બાળકનું નામ દાખલ કરીને પણ જન્મ પ્રમાણપત્ર મળવાનું શક્ય છે. એટલે કે બાળકનું નામ અને માતા અથવા પિતાની વિગતો આપવામાં મુશ્કેલી હોય, તો આવી પરિસ્થિતિમાં પણ પ્રસ્તાવિત દસ્તાવેજી પ્રક્રિયાઓ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.


2007ના નિયમો મુજબ એક જ વખત સુધારો કરી શકાતો હતો

2007ના નિયમો મુજબ એક જ વખત સુધારો કરી શકાતો હતો

અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. પરંતુ હવે નવા પરિપત્ર મુજબ, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.

મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ લખવું હવેથી વૈકલ્પિક ગણાશે. રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ એડવાઇઝરીનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top