'૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં કોંગ્રેસની હાર પાછળ આ એજન્સીનું કાવતરું!', કોંગ્રેસના પૂર્વ સાંસદનો ચોંકાવનારો દાવો
ફરી એકવાર કોંગ્રસ નેતાએ પોતના નિવેદનથી લોકોને સ્તબ્ધ કારી દીધા છે. કોંગ્રેસના રાજ્યસભાના પૂર્વ સાંસદ કુમાર કેતકરે 2014ની લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર અમેરિકા અને ઈઝરાયલની ગુપ્ત એજન્સી CIA અને મોસાદને કારણે થઈ. તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કાવતરૂ રચ્યું હતું. બંધારણ દિવસના અવસરે કોંગ્રેસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદે આ ગંભીર બફાટ કર્યો હતો.
નેતાજીએ વધુમાં કહ્યું હતું કે ,ચૂંટણી પહેલા શરૂ થયેલી આ રમતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા વધવી જોઈએ નહીં. એવા સંગઠનોનું માનવું હતું કે, જ્યાં સુધી અમે કોંગ્રેસને 206થી નીચે ન લાવીએ, ત્યાં સુધી અમે અહીં ભારતમાં અમારું ચલાવી શકીશું નહીં. આ સંગઠનોમાંથી એક CIA હતું અને બીજું ઈઝરાયલનું મોસાદ. આ બંને મુજબ સ્થિર કોંગ્રેસ સરકાર અથવા કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર ફરીથી સત્તામાં આવશે, તો તેઓ ભારતમાં દખલ કરી શકશે નહીં અને તેમની નીતિઓ લાગુ કરી શકશે નહીં.' તેમણે જણાવ્યું કે, પાર્ટીએ 2004ની લોકસભા ચૂંટણીમાં 145 બેઠકો જીતી અને તેના પાંચ વર્ષ બાદ આયોજીત સામાન્ય ચૂંટણીમાં 206 બેઠકો જીતી હતી. જો આ સિલસિલો યથાવત રહ્યો તો કોંગ્રેસ 250 બેઠકો જીતીને સત્તામાં રહી શકતી હતી. જો કે, 2014માં પાર્ટીની બેઠકોની સંખ્યા ઘટીને માત્ર 44 રહી ગઈ.
તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે, બંને ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે, ભારતમાં એક અનુકૂળ સરકાર બહુમતીમાં હોવી જોઈએ જે તેમના નિયંત્રણમાં હશે. પરંતુ, તે કોંગ્રેસની નહીં. CIA અને મોસાદ પાસે રાજ્યો અને મતવિસ્તારો પર વિગતવાર ડેટા છે. 2014માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ સામે અસંતોષ હતો, પરંતુ એટલી હદે નહીં કે કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો, તેની સંખ્યા 206 થી ઘટીને 44 થઈ ગઈ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp