‘તમે વિચારતા હશો કે નિવૃત્તિ લઈને...’, પ્રિયંકા ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારને ખુલ્લેઆમ આપી દીધી ધમકી
વિધાનસભા ચૂંટણીને કારણે બિહારમાં રાજકીય ગરમી વધી રહી છે. આ દરમિયાન રીગામાં એક રેલી કરતા કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ મર્યાદાની બધી હદો પાર કરી દીધી. બિહારમાં એક રેલીમાં સ્ટેજ પરથી બોલતા પ્રિયંકા ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને ખુલ્લેઆમ ધમકી આપી દીધી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્ઞાનેશ કુમાર, જો તમે વિચારો છો છે કે સારી રીતે નિવૃત્તિ લઈ શકશો, તો આવું થવાનું નથી. હું જનતાને કહું છું કે જ્ઞાનેશ કુમારનું નામ ક્યારેય ન ભૂલતા.’ પ્રિયંકાએ જ્ઞાનેશ કુમાર સાથે એસ.એસ. સંધુ અને વિવેક જોશીનું પણ નામ લીધું.
સ્ટેજ પરથી પોતાનું ભાષણ આપતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘તમે બધાએ જોયું કે હરિયાણામાં મત કેવી રીતે ચોરી કરવામાં આવ્યા હતા. હું તમને વિનંતી કરું છું કે તમે આ ત્રણ નામ યાદ કરી લો. આ જ્ઞાનેશ કુમાર, એસ.એસ. સંધુ અને વિવેક જોશી છે.’ હેરાનીની વાત એ છે જ્યારે પ્રિયંકા ગાંધીએ આ નામો એક પછી એક વાંચ્યા ત્યારે રેલીમાં તેમના સમર્થકોએ ‘ચોર, ચોર!’ના નારા લગાવ્યા.
પ્રિયંકા ગાંધીએ મત ચોરીના મુદ્દાને પુનરાવર્તિત કરતા કહ્યું કે જનતા અમારી માતા છે. માતા ખૂબ જ ઉદાર હોય છે. પરંતુ જો તેમને દગો આપવામાં આવે તો તે યોગ્ય રહેશે નહીં. જનતા માફ નહીં કરે. પ્રિયંકા ગાંધીએ ધમકી આપી હતી કે જનતા ગુનેગારો, જ્ઞાનેશ કુમાર, એસ.એસ. સંધુ અને વિવેક જોશીના નામ ક્યારેય નહીં ભૂલે. જો તેઓ વિચારે છે કે આ લોકો નિવૃત્ત થઈને શાંતિથી રહી શકશે, તો આ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ.
રાહુલ ગાંધીએ બુધવારે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે 2024ની હરિયાણા વિધાનસભાની ચૂંટણી 25 લાખ નકલી મતો દ્વારા ચોરી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેઓ જે કહી રહ્યા છે તે 100 ટકા સાચું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના સમર્થકોના મત જાણી જોઈને કાપવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp