માત્ર એક સહીથી મુખ્યમંત્રી સિવાય બધા મંત્રીઓના રાજીનામાં! ત્યારે નાયબ મુખ્યમંત્રીના નિમણૂકની ચર્ચા જોરમાં! આ રહ્યું લીસ્ટ, જાણો
ગુજરાતના રાજકારણમાં રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સીએમના નિવાસ્થાને મળેલી જૂની કેબિનેટની આખરી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. તમામ મંત્રીઓએ CM ભૂપેન્દ્ર પટેલને રાજીનામા સોંપ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓના રાજીનામા રાજ્યપાલને સોંપશે.
માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, મુખ્યમંત્રી દ્વારા મંત્રીઓ પાસે રાજીનામું માંગવામાં આવ્યું ન હતું. બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.
આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગના વર્તમાન મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ, રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીની નિમણૂક અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે આવતીકાલે એટલે કે દિવાળી પહેલા ભુપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવી જશે. હવે જે મંત્રીમંડળ બનશે તે 2027 સુધી યથાવત રહેશે. શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્ત્વનો ફેરફાર છે, જેના પર સમગ્ર દેશની નજર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp