આ મહિનાથી શરુ થશે વંદે ભારત સ્લીપર ટ્રેન! ભવિષ્યમાં આટલી ટ્રેનો દોડશે ! જુઓ ટ્રેનની ભવ્યતાનો વિડીયો
ભારતીય રેલવે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત અને રશિયાની સહભાગિતાથી બનેલી સંયુક્ત કંપની કાઇનેટને ભારતીય રેલવે તરફથી નવી વંદે ભારત સ્લીપર ટ્રેનોના નિર્માણ માટે 120 ટ્રેનોનો મોટો ઓર્ડર મળ્યો છે. પહેલી ટ્રેનનો ટ્રાયલ રન પૂર્ણ થઈ ગયો છે, આ પહેલી ટ્રેન નવી દિલ્હી-શ્રીનગર રૂટ પર 180 કિમી/કલાકની ઝડપે દોડશે. ત્યારે બીજી ટ્રેન પણ ટૂંક સમયમાં તૈયાર થવાની અપેક્ષા છે.
નવી દિલ્હીમાં આયોજિત ઈન્ટરનેશનલ રેલવે ઈક્વિટપમેન્ટ પ્રદર્શન (IREE 2025)માં, ભારત-રશિયાની સંયુક્ત સાહસ કંપની કાઈનેટ રેલવે સોલ્યુશન્સે વંદે ભારત સ્લીપર ટ્રેન માટે ફર્સ્ટ એસી કોચની ડિઝાઇનનું અનાવરણ કર્યું છે. આ ટ્રેન મુસાફરોને નાઈટ જર્ની દરમિયાન લાંબી મુસાફરીમાં આરામદાયક સફરની સુવિધા પ્રદાન કરશે. આ અંગે કાઇનેટના ડિરેક્ટર નિશુંક ગર્ગે માહિતી આપી હતી કે, નવી ટ્રેનોના ડિઝાઇનમાં ખાસ કરીને મુસાફરોની અનુકૂળતા અને આરામદાયક મુસાફરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોમાં સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે ઉપરની બર્થ આરામદાયક નથી. ઉપરાંત વધું ઉંમર ધરાવતા લોકોનું ત્યાં પહોંચવું મુશ્કેલ હોય છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નવી વંદે ભારત સ્લીપર ટ્રેનો ડિઝાઇન કરવામાં આવી છે. નવી ટ્રેનોમાં એવી સીડીનો સમાવેશ કરાયો છે કે, જે દરેક ઉંમરના લોકો સરળ અને આરામદાયક રીતે ઉપરની બર્થ સુધી પહોંચી શકે. આ નવી ડિઝાઇનથી વિશેષ રીતે વૃદ્ધો અને બાળકો માટે મુસાફરી વધુ અનુકૂળ બનશે.
ટ્રેનની સુવિધાઓની વાત કરવામાં આવે તો દરેક સીટ પર USB પોર્ટ, પર્સનલ રીડિંગ લાઇટ્સ અને સ્માર્ટ સ્ટોરેજનો સમાવેશ થાય છે. સીડીની નીચે એક નાની જગ્યા પુસ્તકો, ફોન અથવા ઘડિયાળો રાખવા માટે આપવામાં આવી છે. નવી વંદે ભારત સ્લીપર ટ્રેનોને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે અને દેશના વિવિધ માર્ગો પર દોડાવવામાં આવશે. ભારતીય રેલવેના આ નવા પ્રયાસ સાથે મુસાફરોને માત્ર ઝડપી નહીં પરંતુ આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. ખાસ કરીને લાંબી મુસાફરી માટે હવે મુસાફરો માટે સ્લીપર કોચ વધુ આરામદાયક બનશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું છે કે, બે વંદે ભારત સ્લીપર ટ્રેનો એકસાથે શરૂ કરવામાં આવશે. બીજી ટ્રેન સંપૂર્ણપણે તૈયાર થયા પછી શરૂ કરવામાં આવશે. પહેલી ટ્રેન જાન્યુઆરી 2026માં શરૂ થવાની ધારણા છે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસી કોચ હશે. તેમાં રાજધાની ટ્રેનો જેવી જ સુવિધાઓ મળશે. આ ટ્રેન ઝડપી, સલામત અને આધુનિક હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp