ઉત્તરપ્રદેશમાં ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ' એક્ટીવ, 48 કલાકમાં 20 લોકો ઠાર મરાયા, જાણો હકીકત

ઉત્તરપ્રદેશમાં ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ' એક્ટીવ, 48 કલાકમાં 20 લોકો ઠાર મરાયા, જાણો હકીકત

10/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઉત્તરપ્રદેશમાં ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ' એક્ટીવ, 48 કલાકમાં 20 લોકો ઠાર મરાયા, જાણો હકીકત

ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ પોલીસ દ્વારા મોટા ઓપરેશનો થઈ રહ્યા છે. સીએમ યોગીના આદેશ પર, ઉત્તરપ્રદેશ પોલીસે ફરી છેલ્લા 48 કલાકમાં, સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનેગારોનું એનકાઉન્ટર કરવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહી 'ઓપરેશન લંગડા' અને 'ઓપરેશન ખલ્લાસ' હેઠળ કરવામાં આવી રહી છે. ગુનાખોરી ઘટાડવા અને ગુનેગારો પર ગાળિયો કસવા માટે મેરઠથી મુઝફ્ફરનગર સુધી પોલીસ દ્વારા ગુનેગારોનું એનકાઉન્ટર કરી તેમને પકડવામાં આવી રહ્યા છે.


ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ'

ઓપરેશન 'લંગડા' અને 'ખલ્લાસ'

સીએમ યોગીએ આખા ઉત્તરપ્રદેશની પોલીસને 'ઓપરેશન લંગડા' અને 'ઓપરેશન ખલ્લાસ' હેઠળ ગુનેગારો કાબૂમાં કરવાનો ઓર્ડર આપ્યો છે. ઓપરેશન 'લંગડા' હેઠળ ગુનેગારોના પગમાં ગોળી મારીને લંગડા કરી તેમની ધરપકડ કરવામાં આવે છે. જ્યારે ઓપરેશન 'ખલ્લાસ' હેઠળ મોટા ગુનેગારોને ઠાર કરી દેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગીનો સ્પષ્ટ સંદેશ છે કે, રીઢા ગુનાની સજા ફક્તને ફક્ત એનકાઉન્ટર છે.


આઠ વર્ષથી આ વલણ ચાલુ

આઠ વર્ષથી આ વલણ ચાલુ

તાજેતરમાં જ 48 કલાકમાં, યુપી પોલીસે એક પછી એક લગભગ 20 જેટલા એન્કાઉન્ટર કર્યા છે. યુપીના દરેક શહેરમાં ગુનેગારોનું એન્કાઉન્ટર થયું છે. મેરઠથી મુઝફ્ફરનગર, ફર્રુખાબાદથી ફિરોઝાબાદ, મુરાદાબાદથી મથુરા, હરદોઈથી ઉન્નાવ, ઝાંસીથી બુલંદશહેર, બાગપતથી બલિયા, લખનૌથી ગાઝિયાબાદ અને શામલીથી ઝાંસી સુધી પોલીસે આ બંને ઓપરશન હાથ ધાર્યું છે.

એક માહિતી મુજબ, છેલ્લા આઠ વર્ષથી ઉત્તર પ્રદેશમાં આ વલણ ચાલુ છે. 2017થી ઉત્તરપ્રદેશમાં પોલીસ એન્કાઉન્ટરમાં 239 ગુનેગારો ઠાર મારવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 9,467 ગુનેગારો ઈજાગ્રસ્ત થયા છે, અને એન્કાઉન્ટર પછી 30,694 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા આઠ વર્ષમાં, પોલીસ અને ગુનેગારો વચ્ચે 14,973 અથડામણ થઈ છે, જેમાં સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠ ઝોનમાં થયા છે. ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા દરરોજ સરેરાશ 5 થી વધુ એન્કાઉન્ટર થઈ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top