ઈન્ડિગોની 2000થી વધુ ફ્લાઈટો રદ થયા બાદ સરકાર એકશનમાં, કહ્યું - રવિવાર રાત્રે 8.00 વાગ્યા સુધીમાં..., જાણો વિગતે
દેશના એરપોર્ટો પર છેલ્લા ચાર દિવસથી ઈન્ડિગોની 2000થી વધુ ફ્લાઈટો રદ થતા મુસાફરો ભારે હાલાંકી ભોગવી રહ્યા છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર એક્શ મોડમાં આવી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અનેક એરપોર્ટ પર મુસાફરો કંપની પર રોષ ઠાલવી હોબાળો મચાવી રહ્યા છે, અને તાત્કાલીક રિફંડની માંગ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મહત્વની જાહેરાત કારી છે.
સરકારે તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે 8.00 વાગ્યા સુધીમાં રિફંડ આપવાનો ઈન્ડિગોને આદેશ આપ્યો છે. જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં, એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને અન્ય એરલાઈન્સ અથવા ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વિનંતી કરવામાં આવી છે. મંત્રાલયે ઈન્ડિગોને પેસેન્જરના લગેજ પણ 48 કલાકમાં પરત આપવાનો તેમજ અન્ય એરલાઈન્સ કંપનીઓને નિર્ધારીત ભાડા કરતા વધુ ભાડું ન લેવાનો પણ નિર્દેશ જારી કર્યો છે. અને જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તાત્કાલીક એક્શન લેવાની પણ ચેતવણી અપાઈ છે. શુક્રવાર બાદ શનિવારે પણ ઈન્ડિગોની અનેક ફ્લાઈટો રદ થતા મુસાફરોએ રિફંડ અને સામાન ન મળવાની ફરિયાદો કરી હતી.
માહિતી મુજબ, મુંબઈ એરપોર્ટ પર ચાર દિવસથી લગેજ ન અપાતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત બેંગલુરુ, કોલકાતા સહિત અનેક એરપોર્ટો પર મુસાફરોને ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજીતરફ પાંચ દિવસે પણ ઈન્ડિગોની ઓપરેશન ખામી યથાવત્ છે. છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી છે. હાલ મંત્રાલયે દેશની તમામ એરલાઈન્સ, ખાસ કરીને ઈન્ડિગોને 'ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન' (FDTL) લાગુ કરવા 10 ફેબ્રુઆરી-2026 સુધી રાહત આપી છે.
માહિતી મુજબ, FDTL માપદંડોના બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યા બાદ ઇન્ડિગો ક્રૂ મેમ્બરની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કારણે ફ્લાઇટો રદ અને વિલંબીત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ‘નવા એફડીટીએલ નિયમનો પહેલો તબક્કો જુલાઈથી લાગુ થયો છે, જ્યારે બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો છે, જેમાં રાત્રે છ ફ્લાઇટનું લેન્ડિંગ કરાતું હતું, જે બે કરી દેવાઈ છે. વાસ્તવમાં આ નિયમો માર્ચ-2024 થવાના હતા, જોકે ઇન્ડિગો સહિતની એરલાઇન્સોએ વધારાના ક્રૂ મેમ્બરની જરૂરિયાત હોવાનું કહી તબક્કાવાર નિયમનો અમલ કરવાની માંગ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp