‘સોનાની ઈંટો અને સિક્કાઓથી ભરેલી થેલીઓ...’, ઘરના ખોદકામમાં મળ્યો રહસ્યમય ખજાનો
ફ્રાન્સમાં એક માણસ પોતાના બગીચામાં ખોદકામ કરતી વખતે મોટો જેકપોટ લાગ્યો. તેને જમીન નીચે દટાયેલો એક રહસ્યમય ખજાનો મળ્યો. સોનાની ઇંટો અને સિક્કાઓથી ભરેલી ઘણી થેલીઓ જમીનમાં દટાયેલી મળી હતી. ધ ઇન્ડિપેન્ડન્ટના એક અહેવાલ મુજબ, ફ્રાન્સમાં એક શખ્સ પોતાના બગીચામાં ખોદકામ કરી રહ્યો હતો ત્યારે તેને સોનાનો મોટો ખજાનો મળ્યો. સોનાની ઇંટો અને સિક્કાઓથી ભરેલી ઘણી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી. હવે, આખો ખજાનો તેનો છે, કારણ કે તપાસ બાદ અધિકારીઓએ આ ખજાનો તેની મિલકત જાહેર કર્યો છે.
સ્થાનિક અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે એક ફ્રેન્ચ શખ્સ સ્વિમિંગ પૂલ બનાવવા માટે તેના બગીચામાં ખોદકામ કરી રહ્યો હતો ત્યારે તેને સોનાની ઇંટો અને સિક્કાઓથી ભરેલી ઘણી થેલીઓ મળી. એક અંદાજ મુજબ, મળેલા સોનાની કિંમત 700,000 યુરો (800,000 ડોલર), અથવા 7 કરોડ રૂપિયા છે. મે મહિનામાં લિયોન નજીક ન્યૂવિલે-સુર-સાઓન શહેરમાં તેની મિલકત પર આ અનામી માણસે આકસ્મિક રીતે આ કિંમતી ખજાનો શોધી કાઢ્યો હતો. તેણે તરત જ પ્રાદેશિક સાંસ્કૃતિક બાબતોના નિર્દેશાલયને તેની જાણ કરી હતી.
ન્યૂવિલે-સુર-સાઓન સ્થાનિક ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અધિકારીઓએ હવે નિર્ણય લીધો છે કે તે શખ્સ ખજાનો રાખવાનો હકદાર છે, કારણ કે તે કોઈ પુરાતત્વીય મૂલ્ય ધરાવતો નથી. જમીનના અગાઉના માલિકનું અવસાન થઈ ગયું હોવાથી તે ત્યાં કેવી રીતે પહોંચ્યો તે અંગે કોઈ પુરાવા નથી. પ્રાદેશિક અખબાર લે પ્રોગ્રેસના અહેવાલ મુજબ, પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલી 5 સોનાની ઇંટો અને અસંખ્ય સિક્કા મળી આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp