1990ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક રીતેને અંડરવર્લ્ડનું વર્ચસ્વ માનવામાં આવતું હતું. દર વર્ષે દાઉદ ઇબ્રાહિમ અને અબુ સલેમ જેવા ડોન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર વધુને વધુ નિયંત્રણ મેળવતા જઇ રહ્યા હતા. ફિલ્મ નિર્માતાઓ, ગાયકો અને કલાકારોને તેમના ઇશારે કામ કરવા મજબૂર હતા. તે સમયે સત્ય એન્ડ કંપની જેવી ઘણી ફિલ્મો અંડરવર્લ્ડ પર આધારિત હતી, પરંતુ તત્કાલીન ઉચ્ચ પોલીસ અધિકારી ડી. શિવાનંદનનું કહેવું છે કે આ ફિલ્મો પણ અંડરવર્લ્ડ ફંડથી બનાવવામાં આવી હતી.
ANI સાથે વાતચીત કરતા 1998 થી 2001 સુધી મુંબઈના જોઈન્ટ સીપી ક્રાઈમ રહેલા શિવાનંદને જણાવ્યું કે સત્ય, કંપની, ડેડી, શૂટઆઉટ એટ વડાલા અને શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મો ગેંગસ્ટરોને સકારાત્મક રીતે દર્શાવવા માટે બનાવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ‘આ ફિલ્મોને તેમણે જ ફંડ આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે 1970ના દાયકાની કેટલીક ફિલ્મો, જેમ કે ‘દીવાર’ અને ‘મુકદ્દર કા સિકંદર’ અંડરવર્લ્ડના પૈસાથી બનાવવામાં આવી હતી. 1990ના દાયકાની વાત કરતા શિવાનંદને કહ્યું કે, ફિલ્મોને અંડરવર્લ્ડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હોવાથી, તેમનો તેમના પર સંપૂર્ણ નિયંત્રણ હતું.
શિવાનંદને કહ્યું કે, ‘દાઉદ ઇબ્રાહિમ કોઈપણ ફિલ્મ અભિનેત્રીને દુબઈ બોલાવી શકતો હતો, તેમને ભેટો આપી શકતો હતો અને તેમને પાછા મોકલી દેતો હતો. તેમણે એક ઘટના યાદ કરી જ્યાં તેમણે એક ટોચના અભિનેતા અને 83 ગાયકો અને સેલિબ્રિટીઓને દુબઈ જતા જોયા હતા, જે દાઉદ ઇબ્રાહિમની પુત્રી માટે પર્ફોર્મ કરવા માટે શૉ કરવા ગયા હતા. મેં તેમને સ્પેશિયલ ફ્લાઇટમાં જતા અને પાછા ફરતા જોયા હતા.
શિવાનંદને જણાવ્યું કે, તે સમયે, કલાકારો એટલા ડરી ગયા હતા કે તેઓ ના કહી શકતા નહોતા અને પોલીસ પાસે તેમને સુરક્ષા પૂરી પાડવાનો કોઈ રસ્તો નહોતો. તેમની પાસે ના પાડવાનો કોઈ વિકલ્પ નહોતો, અને અમારી પાસે તેમને સુરક્ષિત રાખવાનો કોઈ રસ્તો નહોતો. અમે સ્વીકારીએ છીએ કે અમે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ તેનું એક કારણ હતું.
શિવાનંદને કહ્યું કે, ગોવિંદાએ પોતે સ્વીકાર્યું હતું કે, અમે શું કરીએ? અમે જઈને નાચી આવ્યા. ફિલ્મ નિર્માતાઓ પોતાના જીવના ડરમાં જીવતા હતા અને ડરતા હતા કે જો તેમણે વાત ન માની તો તેમને મારી નાખવામાં આવશે. ગુલશન કુમાર યાદ છે? T-સીરિઝના સ્થાપક ગુલશન કુમારની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી, અને તેની પાછળ પણ અંડરવર્લ્ડનો હાથ હતો.’
શિવાનંદને કહ્યું કે, તે સમયે ફિલ્મ ઇંડાસ્ત્રીને ઈન્ડસ્ટ્રીનો દરજ્જો મળ્યો નહોતો, એટલે નિર્માતાઓ ભંડોળ માટે અંડરવર્લ્ડ તરફ વળતા હતા, જે 60-80% વ્યાજ પર પૈસા આપતા હતા. જો કોઈ પૈસા પરત નહીં કરે, તો નરક ખૂલી જતું હતું. પોલીસ કાર્યવાહી બાદ જ પરિસ્થિતિ બદલાઈ. ‘અમારા ઓપરેશન્સને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કાનૂની દરજ્જો મળ્યો, અને ભંડોળ કાનૂની માધ્યમો દ્વારા આવવા લાગ્યું.