૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અગલી રાત્રે જ બળીને ખાખ, જુઓ કાળજું કંપાવ

૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અગલી રાત્રે જ બળીને ખાખ, જુઓ કાળજું કંપાવતો વિડિયો

10/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

૨.૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અગલી રાત્રે જ બળીને ખાખ, જુઓ કાળજું કંપાવ

રવિવાર મોડી રાત્રે, હિમાચલ પ્રદેશના શિમલાના રામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા જહરુ નાગ મંદિરમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ આગ થોડા જ સમયમાં મંદિરના ત્રણેય માળ સુધી ફેલાઈ ગઈ હતી, અને નવું બનેલ આ ભવ્ય મંદિર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું. અચાનક લાગેલી આગથી ઘટનાસ્થળે ગભરાટ ફેલાયો હતો. જો કે આગને કાબુમાં લેવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી અનેક ફાયર એન્જિન સાથે કામ કર્યું હતું.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


૨.૫ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલું

રામપુરના શનૈરી ગામમાં સ્થિત જહરુ નાગ મંદિર ૨.૫ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. ત્રણ માળનું બાંધકામ તાજેતરમાં પૂર્ણ થયું હતું. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે સરકારે આશરે ૬૦ લાખ રૂપિયા આપ્યા હતા, અને બાકીના ભંડોળ સ્થાનિક રહેવાસીઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. મંદિર પૂર્ણ થયા પછી, સ્થાનિક લોકો તેના ઉદ્ઘાટનની તૈયારી કરી રહ્યા હતા. રવિવારે રાત્રે લાગેલી અચાનક આગ એટલી વિનાશક હતી કે, તેણે આખા મંદિરને પોતાની લપેટમાં લઈ લીધું, તેને રાખ કરી નાખ્યું.


આગને કારણે ગભરાટ ફેલાયો

પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા, આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર એન્જિનનો ઉપયોગ કર્યો. એવું કહેવાય છે કે, આગમાં મંદિરમાં લાકડાનો સામાન અને અન્ય ધાર્મિક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી તીવ્ર હતી કે, તે ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી. મંદિર સ્થાનિક આસ્થાનું કેન્દ્ર હતું. આગ લાગવાથી લોકો ખૂબ જ દુઃખી હતા. ફાયર બ્રિગેડની ટીમો મોડી રાત સુધી પાણીનો છંટકાવ કરતી રહી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top