સુપ્રીમ કોર્ટનો વક્ફ અધિનિયમ 2025 પર મહત્વનો ચુકાદો, અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઈનકાર! જાણો વિગતવા

સુપ્રીમ કોર્ટનો વક્ફ અધિનિયમ 2025 પર મહત્વનો ચુકાદો, અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઈનકાર! જાણો વિગતવાર

09/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટનો વક્ફ અધિનિયમ 2025 પર મહત્વનો ચુકાદો, અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઈનકાર! જાણો વિગતવા

આજે સુપ્રીમ કોર્ટનો વક્ફ (સંશોધન) અધિનિયમ 2025 પર મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. કોર્ટે આ વક્ફ (સુધારા) બિલ 2025ના અમલીકરણ પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો છે. પરંતુ કેટલીક ધારાઓ પર રોક મૂકવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, વક્ફ (સુધારા) એક્ટ 2025માં કલમ 3(r), 3 C, 14 જેવી કેટલીક જોગવાઈ અયોગ્ય છે. જેથી તેના પર રોક મૂકવાનો નિર્ણય લેવાયો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ સંબંધમાં યોગ્ય નિયમ બનાવવા સુધી આ જોગવાઈ લાગૂ થશે નહીં.

સુપ્રીમ કોર્ટે 15 સપ્ટેમ્બર 2025ના રોજ આ ચુકાદો આપતાં કહ્યું હતું કે, કલેક્ટર વક્ફ જમીન વિવાદનું સમાધાન ન કરી શકે, આવા મામલા ટ્રિબ્યૂનલમાં જવા જોઈએ. ઉપરાંત, રાજ્ય વક્ફ બોર્ડ અને કેન્દ્રીય વક્ફ પરિષદમાં બિન-મુસ્લિમોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે. અમે દરેક કલમ સામેના પ્રથમ દૃષ્ટિએ પડકારનો વિચાર કર્યો છે અને જાણવા મળ્યું છે કે સમગ્ર કાયદાને રોકવા માટે કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી.


અમુક જોગવાઈઓ પર પ્રતિબંધ

અમુક જોગવાઈઓ પર પ્રતિબંધ

ઉપરાંત કોર્ટે અમુક જોગવાઈઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં પાંચ વર્ષ સુધી મુસ્લિમ ધર્મ પાળવાની જોગવાઈ 3r પર રોક મૂક્યો છે. જેને સુપ્રીમ કોર્ટે મનમાનીભર્યો ગણાવ્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે, જ્યાં સુધી કલમ 3(c) હેઠળ વકફ મિલકતની માલિકી અંગે અંતિમ નિર્ણય વકફ ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટ દ્વારા લેવામાં ન આવે ત્યાં સુધી, ન તો વકફ મિલકતમાંથી ખાલી કરવામાં આવશે કે ન તો મહેસૂલ રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવશે. ઉપરાંત, આ સમય દરમિયાન, કોઈ તૃતીય પક્ષ અધિકારો બનાવવામાં આવશે નહીં. અને કોર્ટે 3 (સી) સાથે જોડાયેલા રેવન્યુ રેકોર્ડની જોગવાઈ પર પણ રોક મૂકી છે.

2 (સી) જોગવાઈ વક્ફ સંપત્તિને વક્ફ સંપત્તિ માનવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, કાર્યપાલિકા કોઈપણ વ્યક્તિના અધિકારોનું નિર્ધારણ કરી શકતી નથી. જ્યાં સુધી રેવન્યુ રેકોર્ડમાં પ્રોપર્ટી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વક્ફ સંપત્તિના અધિકારોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જો કે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈપણ ત્રીજા પક્ષનો અધિકાર માન્ય ગણાશે નહીં.


વક્ફ બોર્ડની સંરચના પર ટિપ્પણી

વક્ફ બોર્ડની સંરચના પર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બોર્ડમાં રાજ્ય સ્તરે વધુમાં વધુ ત્રણ બિનમુસ્લિમ સભ્ય રહી શકશે, અર્થાત બોર્ડના 11 સભ્યોમાં મુસ્લિમ સભ્યોની બહુમતિ આવશ્યક રહેશે. વધુમાં બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર મુસ્લિમ હોવા જોઈએ. આ આદેશ વક્ફ એક્ટની કાયદેસરતા પર અંતિમ ભલામણ સૂચવતો નથી. જેની સંપત્તિના રજિસ્ટ્રેશન સંબંધિત જોગવાઈઓ યોગ્ય છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top