ભાજપની વર્કશોપમાં પીએમ મોદીએ કર્યું એવું કામ કે વાયરલ તસ્વીરો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા! જાણો
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં સંસદ પરિસરમાં રવિવારે ભાજપના સાંસદો માટે બે દિવસની વર્કશોપ શરૂ થઈ હતી. આ વર્કશોપમાં પ્રધાનમંત્રી સહિતના ભાજપના બધા જ સાંસદોએ ભાગ લીધો હતો. આ વર્કશોપ દરમિયાન તેઓ એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. જેની વાયરલ તસ્વીરો લોકોમાં આશ્ચર્ય જગાવી રહી છે.
આ કાર્યક્રમમાં જીએસટીમાં ઐતિહાસિક સુધારા માટે ભાજપ સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર પછી બધા જ સાંસદોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત ચર્ચાઓ કરી હતી. આ સમયે પ્રધાનમંત્રી મોદી સૌથી છેલ્લી હરોળમાં એક સામાન્ય સાંસદની જેમ બેઠેલા જોવા મળ્યા હતા. જેની તસ્વીર શેર કરતાં ગોરખપુરના સાંસદ રવિ કિશને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "NDA સાંસદોની વર્કશોપમાં છેલ્લી હરોળમાં બેઠેલા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ભાજપની તાકાત છે. અહીં, સંગઠનમાં દરેક વ્યક્તિ કાર્યકર્તા છે."
एनडीए सांसदों की कार्यशाला में आख़िरी पंक्ति में बैठे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ये शक्ति है भाजपा की हर कोई कार्यकर्ता है यहाँ संगठन मैं @BJP4India @narendramodi pic.twitter.com/lAeuok818C — Ravi Kishan (@ravikishann) September 7, 2025
एनडीए सांसदों की कार्यशाला में आख़िरी पंक्ति में बैठे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ये शक्ति है भाजपा की हर कोई कार्यकर्ता है यहाँ संगठन मैं @BJP4India @narendramodi pic.twitter.com/lAeuok818C
ભાજપની આ બે દિવસની વર્કશોપનો આશય સંસદીય કુશળતા, શાસન રણનીતિઓ અને રાજનીતિ સંચાર પર ધ્યાન આપવાનો છે. આ દરમિયાન પક્ષના નેતાઓ સાથે કેન્દ્ર સરકારનો વિકાસનો એજન્ડા આગળ વધારવા અને વિપક્ષનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત મંગળવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છે તેવા સમયે ભાજપ સાંસદોની આ બેઠકમાં તેમને મતદાન કેવી રીતે કરવું તે પણ માહિતીઓ અપાઈ હતી. વધુમાં પક્ષની બે દિવસની વર્કશોપ સાથે સોમવારે એનડીએના સાંસદો માટે પીએમ મોદીના આવાસ ખાતે ડીનર પાર્ટીનું આયોજન કરાયું હતું. પરંતુ, પંજાબ સહતિ ઉત્તર ભારતના રાજ્યોમાં પૂરની સ્થિતિ હોવાના કારણે આ પાર્ટી રદ કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવાર, 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં, સંસદના બંને ગૃહોના સાંસદો ભારતના નવા ઉપરાષ્ટ્રપતિને પસંદ કરવા માટે મતદાન કરશે. આ ઉપરાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણના સીપી રાધાકૃષ્ણન મેદાનમાં ઊતરશે, જેમણે વિવિધ રાજ્યોના રાજ્યપાલ તરીકે સેવા આપી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ભારત બ્લોકના બી સુદર્શન રેડ્ડી આ ચુંટણીમાં ઊતરશે, જેઓ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રહી ચુક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp