ચકદે ઈન્ડિયા! કોરિયાને હરાવીને ભારતે જીત્યો એશિયા કપ 2025, આ 7 પોઈન્ટ્સમાં જાણો કેટલી રોમાંચક હ

ચકદે ઈન્ડિયા! કોરિયાને હરાવીને ભારતે જીત્યો એશિયા કપ 2025, આ 7 પોઈન્ટ્સમાં જાણો કેટલી રોમાંચક હતી ફાઇનલ મેચ

09/08/2025 Sports

Parimal Chaudhari

Parimal Chaudhari
Author

ચકદે ઈન્ડિયા! કોરિયાને હરાવીને ભારતે જીત્યો એશિયા કપ 2025, આ 7 પોઈન્ટ્સમાં જાણો કેટલી રોમાંચક હ

હોકી એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યું. ફાઇનલમાં ભારતની શરૂઆત શાનદાર રહી હતી, સુખજીતે પહેલી જ મિનિટમાં ગોલ કર્યો. ત્યારબાદ કોરિયા પર દબાણ વધતું રહ્યું. સમગ્ર મેચ દરમિયાન કોરિયા ડિફેન્ડિંગ મોડમાં જોવા મળ્યું અને ભારતીય ખેલાડીઓ આક્રમક મોડમાં હતા. ચેમ્પિયન બનવાની સાથે, ભારતીય હોકી ટીમે આગામી વર્ષે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનારા વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. આ ભારતનો ચોથું હોકી એશિયા કપ ટાઇટલ છે. ચાલો જાણીએ ફાઇનલ મેચમાં શું થયું.


7 પોઇન્ટમાં જાણીએ આખી મેચની પરિસ્થિતી

7 પોઇન્ટમાં જાણીએ આખી મેચની પરિસ્થિતી
  1. હરમનપ્રીતે કોરિયન ખેલાડીઓથી બચાવતા બોલને ગોલ નજીક લાવ્યો અને તેને સુખજીત સિંહને પાસ કર્યો, તેણે લાંબા અંતરથી ગોલ પોસ્ટ તરફ બોલ માર્યો, જે સચોટ નિશાન પર ગયો. સુખજીતે પહેલી જ મિનિટમાં ભારતને 1-0 ની લીડ અપાવી.
  2. પહેલી જ મિનિટમાં ગોલ ગુમાવ્યા બાદ, દક્ષિણ કોરિયા પહેલા ક્વાર્ટરમાં માત્ર જ ડિફેન્ડ કરતું રહ્યું. મેચની છઠ્ઠી મિનિટે ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જોકે જુગરાજ સિંહ ગોલ ન કરી શક્યો.
  3. બીજા ક્વાર્ટરમાં માત્ર એક જ ગોલ આવ્યો, જે ભારતીય ખેલાડી દલપ્રીત સિંહે કર્યો. મેચના હાફ ટાઇમ બાદ ભારતે 2-0ની લીડ મેળવી.
  4. ત્રીજા ક્વાર્ટરમાં પણ માત્ર એક જ ગોલ આવ્યો, તે પણ દિલપ્રીત સિંહે કર્યો. તેણે 45મી મિનિટે શાનદાર ગોલ કર્યો. આ અગાઉ દક્ષિણ કોરિયાએ પણ એક શાનદાર તક બનાવી હતી, પરંતુ ભારતીય ડિફેન્ડર્સે તેને બચાવી લીધી.
  5. ચોથા ક્વાર્ટરમાં, ભારતે બીજો ગોલ કરીને પોતાની જીત સુનિશ્ચિત કરી. તે સમયે રમતની લગભગ 10 મિનિટ બાકી હતી. આ ગોલ અમિત રોહિદાસે 50મી મિનિટે પેનલ્ટી કોર્નરમાં કર્યો.
  6. મેચની 51મી મિનિટે દક્ષિણ કોરિયાના ડેન સોને પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો.
  7. સમયસમાપ્તિ જાહેર કરવામાં આવી અને ભારતે અંતિમ 4-1થી જીત મેળવી. ભારતીય હોકી ટીમ માટે આ ચોથું એશિયા કપ ટાઇટલ છે. ભારત 2026માં એશિયા કપનું આયોજન કરશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top