‘પાકિસ્તાન સાથે નહીં રમે ભારત પરંતુ..’, ભારત સરકારે લાગૂ કરી નવી નીતિ, એશિયા કપ અગાઉ ચોંકાવનારું અપડેટ
રમત મંત્રાલયે કોઈપણ રમતમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નવી નીતિ હેઠળ, ભારત કોઈપણ દ્વિપક્ષીય શ્રેણી કે ઇવેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં રમે, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચો અને ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમતા રોકવામાં નહીં આવે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે રમત મંત્રાલય એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ સામે કોઈ વાંધો દર્શાવશે નહીં.
રમત મંત્રાલયે 20 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત કોઈપણ દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે પાકિસ્તાન નહીં જાય અને ન તો ભારત સરકાર પાકિસ્તાન ટીમને ભારતમાં રમવા માટે આવવા દેશે. કોઈપણ દ્વિપક્ષીય શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ થશે નહીં, પરંતુ કોઈપણ ભારતીય ખેલાડી કે ટીમને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેતા રોકવામાં નહીં આવે, ભલે પાકિસ્તાની ટીમ કે ખેલાડી ભાગ લઈ રહ્યો હોય. આ ઉપરાંત, પાકિસ્તાની ખેલાડીઓને ભારત દ્વારા આયોજિત કોઈપણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ કે મેચમાં ભાગ લેતા રોકવામાં નહીં આવે.
જાહેર કરાયેલા દસ્તાવેજમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારનો ધ્યેય દેશને શક્ય તેટલા વધુ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા માટે તૈયાર કરવાનો છે. સરકાર વિદેશી ખેલાડીઓ અને ટીમોને ભારત આવવામાં વધુ મુશ્કેલી ન પડે તે માટે પ્રક્રિયાને સરળ બનાવવા પર પણ ભાર મૂકી રહી છે. આંતરરાષ્ટ્રીય રમત સંગઠનો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, જે 5 વર્ષ સુધી વિઝા મેળવી શકશે. આંતરરાષ્ટ્રીય રમત સંગઠનો સાથે સંબંધો સુધારવા માટે આ કરવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp