પિતાએ જમીન વેચીને જમા કર્યા 13 લાખ, છઠ્ઠું ભણતા દીકરાએ ફ્રી ફાયરમાં ઉડાવી દીધી રકમ; પછી...

પિતાએ જમીન વેચીને જમા કર્યા 13 લાખ, છઠ્ઠું ભણતા દીકરાએ ફ્રી ફાયરમાં ઉડાવી દીધી રકમ; પછી...

09/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

પિતાએ જમીન વેચીને જમા કર્યા 13 લાખ, છઠ્ઠું ભણતા દીકરાએ ફ્રી ફાયરમાં ઉડાવી દીધી રકમ; પછી...

લખનૌના મોહનલાલગંજ વિસ્તારમાં એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં BIPS સ્કૂલમાં અભ્યાસ કરનાર વર્ગ 6ના વિદ્યાર્થી યશ કુમારે ઑનલાઇન ગેમમાં મોટી રકમ ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. યશના પિતા સુરેશ કુમાર યાદવ પેઇન્ટિંગનું કામ કરે છે. તેણે લગભગ 2 વર્ષ અગાઉ જમીન વેચીને યુનિયન બેંકની બિજનોર શાખામાં 13 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.


પાસબુક અપડેટ કરાવતા મળી માહિતી

પાસબુક અપડેટ કરાવતા મળી માહિતી

સોમવારે પાસબુકને અપડેટ કરવી ત્યારે, એકાઉન્ટમાંથી 13 લાખ રૂપિયા ઓછા હોવાની માહિતી પ્રાપ્ત થઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ રકમ ઓનલાઇન ગેમ દ્વારા ખર્ચ થઈ ગઈ હતી. ઘરે પાછા ફરતા સુરેશે પુત્ર યશને આ બાબતે પૂછ્યું. શરૂઆતમાં યશે આ વાત ટાળી દીધી, પરંતુ પછીથી સ્વીકાર્યું કે ફ્રી ફાયર ગેમ રમતા બધા પૈસા ગુમાવી ચૂક્યો છે.


યશ માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો

યશ માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો

તેના પર પણ પિતાએ પુત્રને ઠપકો આપ્યો નહોતો, પરંતુ સમજાવ્યો. તો, ટ્યુશન શિક્ષકે પણ ખાતરી આપી કે તે યશને સમજાવશે, પરંતુ ત્યારબાદ થોડા જ સમયમાં યશ તેના રૂમમાં ગયો અને પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. પરિવારજનો તુરંત જ યશને કમ્યુનિટિ હેલ્થ સેન્ટરમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. જાણ થતા પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. યશ તેના માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો. મૃત્યુના સમાચાર સાંભળીને માતા વિમાલા બેહોશ થઈ ગઈ, જ્યારે બહેન ગુનગનની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top