'બાહ્ય શરીર છોકરીનું, પણ અંદરથી છોકરો!' ઉત્તરપ્રદેશની આ છોકરી સાથે કુદરતની કરુણ મજાક! આ રીતે થઈ

'બાહ્ય શરીર છોકરીનું, પણ અંદરથી છોકરો!' ઉત્તરપ્રદેશની આ છોકરી સાથે કુદરતની કરુણ મજાક! આ રીતે થઈ જાણ? જાણો.

09/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

'બાહ્ય શરીર છોકરીનું, પણ અંદરથી છોકરો!' ઉત્તરપ્રદેશની આ છોકરી સાથે કુદરતની કરુણ મજાક! આ રીતે થઈ

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાંથી એક હેરાનીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુદરતના આ વિચિત્ર સ્વરૂપને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા. મિર્ઝાપુરની એક 17 વર્ષની છોકરીના શરીરમાંથી પુરુષોના અંડકોષો મળી આવ્યાં છે. હજી સુધી છોકરીનું માસિકચક્ર શરૂ થયું ન હોવાથી, પરિવાર પુત્રીને પ્રયાગરાજની SRS હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયો હતો. જ્યાં તપાસ દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે, તે શારીરિક રીતે છોકરી હોવા છતાં, અંદરથી છોકરો હતો.


છોકરી ક્યારેય ગર્ભવતી થઈ શકશે નહીં

છોકરી ક્યારેય ગર્ભવતી થઈ શકશે નહીં

આ છોકરીનો જેનેટિક ટેસ્ટ કરાવતા તેમાં પુરુષોના XY રંગસૂત્રો મળી આવ્યા હતા. તેના શરીરમાં સ્ત્રીના ગર્ભાશયની જગ્યાએ પુરુષના અંડકોષ મળી આવ્યા હતા. આ જાણીને પરિવાર સહિત ડોકટરો પણ ચોંકી ગયા હતા. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, છોકરીને એન્ડ્રોજન ઇન્સેન્સિટિવિટી સિન્ડ્રોમ નામનો એક દુર્લભ રોગ છે. આ માટે સૌપ્રથમ છોકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. છોકરીએ ડોક્ટરોને કહ્યું કે, તે છોકરી તરીકે જન્મી છે અને ભવિષ્યમાં તે છોકરી બની રહેવા માગે છે.

તેથી પરિવારની સંમતિથી, ડોક્ટરોએ ટેલિસ્કોપ પદ્ધતિ દ્વારા કિશોરીના શરીરમાંથી બંને અવિકસિત અંડકોષ દૂર કર્યા જેથી ભવિષ્યમાં કેન્સરનું જોખમ ન રહે. હવે કિશોરીને સિનિયર ગાયનેક દ્વારા હોર્મોનલ થેરાપી આપવામાં આવી રહી છે. આ થેરાપી જીવનભર ચાલુ રહેશે. કિશોરીને એ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ગર્ભાશય ન હોવાને કારણે તે ક્યારેય ગર્ભવતી થઈ શકશે નહીં.


દુર્લભ રોગ

દુર્લભ રોગ

એન્ડ્રોજન ઇન્સેન્સિટિવિટી સિન્ડ્રોમએ એક આનુવંશિક સ્થિતિ છે. જેમાં શરીર પુરુષ હોર્મોન એન્ડ્રોજનનો પ્રતિભાવ આપતું નથી. આના કારણે તે વ્યક્તિઓ આનુવંશિક રીતે પુરુષ (XY રંગસૂત્ર) હોવા છતાં ઘણીવાર સ્ત્રીની બાહ્ય શારીરિક લાક્ષણિકતાઓ ધરાવે છે. આ એક ખૂબ જ દુર્લભ રોગ છે. આમાં, શરીર છોકરીનું હોય છે પરંતુ લાક્ષણિકતાઓ છોકરાના હોય છે. જે આ છોકરીના કિસ્સામાં જોવા મળ્યું હતું.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top