Video: કાર ખરીદ્યા બાદ લીંબુ કચડવાની વિધિ કરવા દરમિયાન અકસ્માત! શૉરૂમના પહેલા માલ પરથી નીચે પડી થાર
રાજધાની દિલ્હીના પ્રીત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. એક મહિલા તેના પરિવાર સાથે પૂર્વ દિલ્હીના પ્રીત વિહાર સ્થિત મહિન્દ્રા થાર શૉરૂમમાં નવી કાર ખરીદવા પહોંચી હતી. કાર ખરીદ્યા બાદ મહિલાએ શૉરૂમની અંદર જ લીંબુ તોડવાની પરંપરાગત વિધિ કરવાનો નિર્ણય લીધો. વિધિ દરમિયાન મહિલાએ કાર ચાલુ કરી અને લીંબુ તોડવા માટે રેસિંગ પેડલ દબાવ્યું. આ દરમિયાન, કાર અચાનક ખૂબ જ ઝડપથી આગળ વધી ગઈ અને મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું. કાર શૉરૂમની કાચની દિવાલ તોડીને સીધી પહેલા માળેથી નીચે રસ્તા પર પડી.
અકસ્માત એટલો અચાનક થયો કે શૉરૂમમાં હાજર લોકો પણ ગભરાઈ ગયા. કાર સાથે પડી ગયેલી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ. શૉરૂમના કર્મચારીઓ અને પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
नयी थार का उद्घाटन नींबू पर चढ़ाकर करने के प्रयास में शोरूम की पहली मंजिल से नीचे गिरी थार!थार चला रही युवती गंभीर रूप से घायल! pic.twitter.com/pIlalHshaY — Vishal JyotiDev Agarwal 🇮🇳 (@JyotiDevSpeaks) September 9, 2025
नयी थार का उद्घाटन नींबू पर चढ़ाकर करने के प्रयास में शोरूम की पहली मंजिल से नीचे गिरी थार!थार चला रही युवती गंभीर रूप से घायल! pic.twitter.com/pIlalHshaY
પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં ઇજાગ્રસ્ત મહિલા તરફથી કે શૉરૂમ માલિક દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ મામલાની તપાસ ચાલી રહી છે, પરંતુ ઘટના બાદ આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે એક નાની ધાર્મિક વિધિ કેવી રીતે મોટી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ.
Drama at Mahindra showroom in Delhi’s Laxmi Nagar!A woman insisted on taking a Thar for a test drive, created chaos, broke the glass on the first floor & sent the SUV crashing straight down. pic.twitter.com/ep3dVCUeTD — Divya Gandotra Tandon (@divya_gandotra) September 9, 2025
Drama at Mahindra showroom in Delhi’s Laxmi Nagar!A woman insisted on taking a Thar for a test drive, created chaos, broke the glass on the first floor & sent the SUV crashing straight down. pic.twitter.com/ep3dVCUeTD
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp