Video: રસ્તામાં જ પત્નીનું થઈ ગયું મોત, કોઈએ ન સાંભળી પતિની વિનંતી; બાઇક પર બાંધીને લઈ જવો પડ્ય

Video: રસ્તામાં જ પત્નીનું થઈ ગયું મોત, કોઈએ ન સાંભળી પતિની વિનંતી; બાઇક પર બાંધીને લઈ જવો પડ્યો મૃતદેહ

08/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: રસ્તામાં જ પત્નીનું થઈ ગયું મોત, કોઈએ ન સાંભળી પતિની વિનંતી; બાઇક પર બાંધીને લઈ જવો પડ્ય

Nagpur Man Transports Wife’s Body On Motorcycle: નાગપુરમાં એક મૃતદેહને બાઇક પર બાંધીને લઈ જવામાં આવતો હોવાનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં એક પુરુષ પોતાની મૃત પત્નીના મૃતદેહને બાઇક સાથે બાંધીને લઈ જતો જોવા મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ હૃદયદ્રાવક શરમજનક ઘટનાએ માનવતા પર સવાલો ઉભા કર્યા છે.


આ ઘટના નાગપુર-જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની

આ ઘટના નાગપુર-જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની

આ ઘટના રવિવારે બપોરે નાગપુર-જબલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની હતી. માર્ગ અકસ્માતમાં પત્નીના મૃત્યુ બાદ, મદદ માટે વારંવાર વિનંતી કરવા છતા કોઈ વાહન ન રોકાયું, ત્યારે નિરાશ પતિએ પોતાની પત્નીના મૃતદેહને મોટરસાયકલ સાથે બાંધીને મધ્ય પ્રદેશમાં સ્થિત ઘરે લઈ જવાનો નિર્ણય લીધો.

મૃતકની ઓળખ 32 વર્ષીય ગ્યારસી અમિત યાદવ તરીકે થઈ છે, જ્યારે તેના પતિનું નામ અમિત યાદવ છે. આ ઘટના બપોરે 12:00 વાગ્યાની આસપાસ દેવલાપાર પોલીસ સ્ટેશન વિસ્તારના મોરફટા વિસ્તારમાં બની હતી, જ્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રકની ઝપેટમાં આવવાથી ગ્યારસીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ દંપતી મૂળ મધ્ય પ્રદેશના સિવનીનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી નાગપુર નજીક લોનારામાં રહેતો હતો.


ટ્રકના અડફેટે આવતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું

ટ્રકના અડફેટે આવતા પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું

રક્ષાબંધન પર પોતાની પત્ની સાથે લોનારાથી કરણપુર જઈ રહેલા અમિતે અકસ્માત બાદ ઘણી વાર પસાર થતા વાહનો પાસેથી મદદ માગી, પરંતુ કોઈ રોકાયું નહીં. અંતે, તેણે મૃતદેહને બાઇક સાથે બાંધીને લઈ જવાનું શરૂ કર્યું. આ દરમિયાન હાઇવે પોલીસે બાઇક સવારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમિત ન રોકાયો. બાદમાં, પોલીસે તેને રોક્યો અને મૃતદેહને પોતાના કબજામાં લીધો અને પોસ્ટમોર્ટમ માટે નાગપુરની માયો હોસ્પિટલમાં મોકલી આપ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top