ગીબલી બાદ સોશિયલ મીડિયામાં 3D ડિજિટલ પૂતળાંનો આ નવો ટ્રેન્ડ, આ એપના માધ્યમથી તમે પણ બનાવી શકો છો આ 3D ડિજિટલ પૂતળાં!? જાણો
વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય બનેલ ગીબલી સ્ટુડીયોના ટ્રેન્ડ બાદ આજકાલ સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, 3D ડિજિટલ ફિગર. ફોટોગ્રાફ્સના 3D ડિજિટલ પૂતળાં બનાવવાનો આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાન ખેંચી રહ્યો છે. ગૂગલની નવીનતમ AI સુવિધાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આ લઘુચિત્ર મૂર્તિઓ ખૂબ જ વાસ્તવિક લાગે છે અને વાયરલ ટ્રેન્ડે ઇન્ટરનેટ પર કબજો જમાવ્યો છે. રાજકારણીઓથી લઈને બોલિવૂડ સેલિબ્રિટી સુધી, દરેક વ્યક્તિ નવા AI ટૂલની મદદથી તેમના 3D મોડેલ બનાવી રહ્યા છે.
અને સામાન્ય લોકોમાં પણ આ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તાજેતરમાં જ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ AI ટૂલનો ઉપયોગ કરીને એક ફોટો પોસ્ટ કર્યો છે, જેને લોકોએ ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે આ ટ્રેન્ડની સાથે તમે પણ આ AI ટૂલના ઉપયોગથી પોતાની 3D ઇમેજ બનાવી ટ્રેન્ડમાં જોડાઈ શકો છો. ચાલો જાણીએ, કે AI ટૂલનો ઉપયોગ કરીને 3D ઇમેજ કેવી રીતે બનાવી શકાય.
Google Geminiએ હમણાં જ એક નવું ફીચર લોન્ચ કર્યું છે - Gemini 2.5 Flash Image. લોકો તેને Nano Banana પણ કહી રહ્યા છે. આ AI ટૂલના ઉપયોગથી કોઈપણ ફોટોને થોડીક જ સેકન્ડમાં 3D મોડેલમાં બદલી શકો છો. જે સામાન્ય ફોટોથી એકદમ અલગ દેખાય છે. ઉપરાંત આ ફીચરનો ઉપયોગ કરવા માટે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવવા પડશે નહીં. તેનો ઉપયોગ સંપૂર્ણપણે ફ્રી છે.
આ AI ટૂલનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ફોનમાં Google Gemini ડાઉનલોડ કરો. તેમાં Google AI સ્ટુડિયો પર ક્લિક કરો. જ્યાં હોમ પેજ પર, Gemini 2.5 Flash Imageનું ઓપ્શન દેખાશે. તેમાં હવે જેવો ફોટો જોઈએ છે, તેનો પ્રોમ્પ્ટ એન્ટર કરો અને 3D ફોટો માટે, + થી ફોટો અપલોડ કરો. થોડી જ સેકંડમાં આપનો 3D મોડેલ ફોટો તૈયાર થઈ જશે. છેલ્લે આ ફોટોને ફોનમાં ડાઉનલોડ કરી લો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp