મહિન્દ્રા થારને ટક્કર આપવા માટે આવી રહી છે ફોર્સ મોટર્સની 5 ડોર 'ફોર્સ ગુરખા' કાર

મહિન્દ્રા થારને ટક્કર આપવા માટે આવી રહી છે ફોર્સ મોટર્સની 5 ડોર 'ફોર્સ ગુરખા' કાર

04/22/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

મહિન્દ્રા થારને ટક્કર આપવા માટે આવી રહી છે ફોર્સ મોટર્સની 5 ડોર 'ફોર્સ ગુરખા' કાર

મહિન્દ્રા કંપનીની ગાડી થારને ખરીદવાનું મોટાભાગનાં ભારતીય લોકોનું સપનું હોય છે. આ ગાડીની ડિઝાઈન અને ફિચર્સ પણ એટલા જ આકર્ષક છે. પણ હવે થર ગળીને ટક્કર આપવા માટે ફોર્સ મોટર્સ ફોર્સ ગુરખા ગાડી લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં કંપની દ્વારા આ ગાડીનું પરીક્ષણ થઈ રહ્યું છે.


મહિન્દ્રા થાર vs ગુરખા 5 ડોર

મહિન્દ્રા થાર vs ગુરખા 5 ડોર

ઑફ-રોડર 3-દરવાજાની ગુરખા SUV ગાડી પર આધારિત છે જે ભારતમાં પહેલેથી જ વેચાઈ રહી છે છે. ત્રણ દરવાજાવાળી આ ગાડીની સફળતા બાદ, ફોર્સ મોટર્સ હવે 5-દરવાજાવાળી ગાડીનાં મોડલ પર કામ કરી રહી છે. આ બંને કંપનીઓ પાંચ દરવાજાવાળી ગાડીનું મોડલ ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ બે ગાડીમાંથી ફોર્સ મોટર્સની ગુરખા 5 ડોર કાર પ્રથમ લોન્ચ કરવામાં આવશે જે આ વર્ષે આવવાની સંભાવના છે. જ્યારે મહિન્દ્રા થાર 5 ડોર 2023-24માં આવી શકે છે.


ડિઝાઇન ઓફ ગુરખા કાર

ડિઝાઇન ઓફ ગુરખા કાર

તાજેતરમાં, આ ગાડી ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે જે ડિઝાઇનની દ્રષ્ટિએ લગભગ 3-દરવાજાવાળી ગુરખા ગાડી જેવી જ છે. તે માત્ર લાંબા કદમાં અલગ છે. તે પહેલા કરતા વધુ મજબૂત લાગે છે, જેના કારણે તે ક્રેશ ટેસ્ટ અને રાહદારીઓની સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત બની છે. આગળના ભાગમાં એક નવી ગ્રિલ છે જે સિંગલ સ્લેટ ડિઝાઇનની છે, રાઉન્ડ હેડલેમ્પ્સ, ફોગ લેમ્પ્સ અને LED DRLs જેવા ભાગો, નવા બમ્પર્સ અને સ્પાર્કલ ઇનટેક આપવામાં આવ્યા છે.


કાર વિથ પ્રોપર સેફ્ટી

કાર વિથ પ્રોપર સેફ્ટી

નવી ગુરખા કારના ફીચર્સમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. કેબિનમાં હવે 6 ફ્રન્ટ ફેસિંગ સીટ મળવાની શક્યતા છે, આ સિવાય પાવર વિન્ડોઝ, રિમોટ લૉકિંગ અને મેન્યુઅલ એર કન્ડીશનીંગ જેવી સુવિધાઓ પણ નવી ગાડીમાં મળી શકે છે. તેનું ડેશબોર્ડ નવી ડિઝાઇનનું હશે, જેના પર સેન્ટ્રલ કન્સોલ અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ નવી ડિઝાઇનની હશે. સુરક્ષાના સંદર્ભમાં, તેમાં બે એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર અને EBD સાથે ABS મળવાની અપેક્ષા છે.


2.6-લિટર ડીઝલ એન્જિન મર્સિડીઝમાંથી મેળવ્યું

2.6-લિટર ડીઝલ એન્જિન મર્સિડીઝમાંથી મેળવ્યું

નવી આવનારી ફોર્સ મોટર્સની ગાડી ગુરખાને 2.6-લિટર ડીઝલ એન્જિન મળશે. જોકે તે હજી વધુ શક્તિશાળી ટ્યુનિંગ સાથે લોન્ચ થશે. 4 બાય 4 ક્ષમતા અને મેન્યુઅલ ડિફરન્સિયલ લોક પણ મળી શકે છે. નવી SUVની કિંમત વર્તમાન મોડલ કરતાં 1 લાખ રૂપિયા વધુ હોવાનું અનુમાન છે. થાર ઉપરાંત, નવી ગુરખા ભારતીય બજારમાં 5-દરવાજાવાળી જીમ્ની કાર સાથે પણ સ્પર્ધા કરવા જઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top