મારુતિએ WagonRની આખી ડિઝાઇન જ બદલી નાખી, નવા અપડેટનો થયો ખુલાસો

મારુતિએ WagonRની આખી ડિઝાઇન જ બદલી નાખી, નવા અપડેટનો થયો ખુલાસો

12/18/2023 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

મારુતિએ WagonRની આખી ડિઝાઇન જ બદલી નાખી, નવા અપડેટનો થયો ખુલાસો

ભારતીય બજાર (Indian Market)માં મારુતિ સુઝુકી (Maruti Suzuki) સૌથી વધુ કાર વેચનારી કંપની છે. ભારતીય બજારમાં ટોપ-10 કારોના વેચાણમાં સૌથી વધુ કારો મારુતિની જ હોય છે. કંપનીની WagonR, Swift Dzire અને Baleno જેવા મોડલ દર મહિને ટોપ પોઝિશન પર રહે છે. ગ્રાહકોની પસંદને જોતા મારુતિ સુઝુકી પોતાની કારોને અપડેટ કરી રહી છે. અત્યારે થોડા દિવસ અગાઉ જ મારુતિ સુઝુકી પોતાની નવી સ્વિફ્ટ (New Swift)ને જાપાનમાં અનવીલ કરી હતી. ત્યારબાદ હાલમાં જ મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી ફેમિલી કાર WagonR જેવી એક હેચબેકને સ્પોટ કરવામાં આવી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મોડલ WagonRનું ફેસલિફ્ટ મોડલ હશે. આવો તેની ડિટેઇલ્સ જાણીએ.


WagonRનું એક ટેસ્ટિંગ મોડલ નજરે પડ્યું

WagonR મારુતિ સુઝુકી માટે લાંબા સમયથી ચાલતા આવતા મોડલોમાંથી એક છે. તેણે નવા પાવરટ્રેન, એડવાન્સ સેફ્ટી ફિચર્સ અને આધુનિક લુક સાથે સમય પર અપડેટ પ્રાપ્ત થાય છે. હાલમાં જ WagonRનું એક ટેસ્ટિંગ મોડલ નજરે પડ્યું છે, જેનાથી સંકેત મળે છે કે બ્રાન્ડ આ હેચબેકને પછીથી મિડ સાઇકલ અપડેટ આપવા માગે છે.


નવા અપડેટ્સનો ખુલાસો:

નવા અપડેટ્સનો ખુલાસો:

પ્રોટોટાઈપના સ્પાઇ શોટ્સથી નવા રિયર બંપ ડિઝાઇનની જાણકારી મળી છે. તેમાં બમ્પર પર હોરિજેન્ટલ પ્લાસ્ટિક કલેડિંગ લગાવવામાં આવી છે, જ્યારે બંને તરફ રિફ્લેક્ટરને વર્ટિકલ રૂપે લગાવવામાં આવ્યું છે. એ સિવાય ટેલ લેમ્પ હાઉસિંગ અપડેટેડ બ્લેક આઉટ ટ્રીટમેન્ટ છતા મોડલ સમાન નજરે પડે છે.


એન્જિન પાવરટ્રેન:

વર્તમાનમાં હેચબેકને 1.0 લીટર પેટ્રોલ અને 1.2 લીટર પેટ્રોલ સાથે રજૂ કરવામાં આવે છે. પહેલાવાળાને CNG વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી શકે છે, જ્યારે પેટ્રોલ વેરિયન્ટને મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે રજૂ કરી શકાય છે. મારુતિ સુઝુકી આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપોમાં ફ્લેક્સ ફ્યૂલ સંચાલિત WagonRનું પણ પ્રદર્શન કર્યું હતું. વર્ષ 2024 સુધી ભારતીય રોડ પર આવી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top