MG એ લોન્ચ કર્યું હેક્ટર ફેસલિફ્ટ, SUV ની કિંમત માત્ર ₹11.99 લાખ થી શરૂ
ગઈ કાલે લોન્ચ કરાયેલા ફેસલિફ્ટેડ મોડેલમાં ઘણા નાના બાહ્ય અને કોસ્મેટિક અપડેટ્સ, અપડેટેડ ટેકનોલોજી અને નવા આંતરિક રંગની સાથે. JSW MG Motors India એ સોમવારે Hector નું નવું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કર્યું. આ SUV ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત માત્ર 11.99 લાખ રૂપિયા છે, કંપનીએ કહ્યું છે કે આ આ નવા ફેસલિફ્ટ મોડેલની પ્રારંભિક કિંમત છે. MG Motors એ આ ફેસલિફ્ટ SUV ને ત્રીજી વખત મોટા અપડેટ સાથે લોન્ચ કરી છે, જે ભારતમાં પહેલીવાર 2019 માં લોન્ચ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કંપનીએ 2021 અને 2023 માં નવા અપડેટ્સ સાથે Hector લોન્ચ કરી હતી. આજે લોન્ચ કરાયેલા ફેસલિફ્ટ મોડેલમાં ઘણા નાના બાહ્ય અને કોસ્મેટિક અપડેટ્સ છે. આ ઉપરાંત, તેની ટેકનોલોજી પણ અપડેટ કરવામાં આવી છે અને તેને નવા આંતરિક રંગ સાથે રજૂ કરવામાં આવી છે.
JSW MG મોટર્સ ઇન્ડિયાએ હાલમાં આ SUV ફક્ત પેટ્રોલ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે, જે 5-સીટર અને 7-સીટર બંને લેઆઉટમાં ઉપલબ્ધ હશે. અહેવાલો અનુસાર, ડીઝલ વેરિઅન્ટ આવતા વર્ષે, 2026 માં આવશે. 5-સીટર વેરિઅન્ટની કિંમત ₹11.99 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે, જ્યારે 7-સીટર વેરિઅન્ટની કિંમત ₹17.29 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
5 સીટર MG હેક્ટર ફેસલિફ્ટ 5 અલગ અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે - સ્ટાઇલ, સિલેક્ટ પ્રો, સ્માર્ટ પ્રો, શાર્પ પ્રો અને સેવી પ્રો. 1.5 લિટર એન્જિન અને મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી સ્ટાઇલની કિંમત 11.99 લાખ રૂપિયા, સિલેક્ટ પ્રોની કિંમત 13.99 લાખ રૂપિયા, સ્માર્ટ પ્રોની કિંમત 14.99 લાખ રૂપિયા અને શાર્પ પ્રોની કિંમત 16.79 લાખ રૂપિયા હશે. 1.5 લિટર એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી સ્માર્ટ પ્રોની કિંમત 16.29 લાખ રૂપિયા, શાર્પ પ્રોની કિંમત 18.09 લાખ રૂપિયા અને સેવી પ્રોની કિંમત 18.99 લાખ રૂપિયા હશે.
એમજી હેક્ટર 7-સીટર
7-સીટર MG હેક્ટર ફેસલિફ્ટ ફક્ત બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે - શાર્પ પ્રો અને સેવી પ્રો. 1.5-લિટર એન્જિન અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે શાર્પ પ્રોની કિંમત ₹17.29 લાખ હશે, જે તેને 7-સીટર મોડેલનું સૌથી સસ્તું વર્ઝન બનાવશે. વધુમાં, 1.5-લિટર એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે શાર્પ પ્રોની કિંમત ₹18.59 લાખ હશે, અને સેવી પ્રોની કિંમત ₹19.49 લાખ હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp