‘5 કરોડની રોકડ, 1.5 કિલો સોનું અને..’, લાંચિયા DIGના આવાસો પર પડ્યા દરોડા, જાણો શું-શું મળ્યું?

‘5 કરોડની રોકડ, 1.5 કિલો સોનું અને..’, લાંચિયા DIGના આવાસો પર પડ્યા દરોડા, જાણો શું-શું મળ્યું?

10/17/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘5 કરોડની રોકડ, 1.5 કિલો સોનું અને..’, લાંચિયા DIGના આવાસો પર પડ્યા દરોડા, જાણો શું-શું મળ્યું?

પંજાબના DIG હરચરણ ભુલ્લર, જેમને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા હતા, તેઓ તો ધનકુબેર નીકળ્યા. CBIના દરોડામાં DIG અને તેમના સહયોગીના પરિસરમાંથી 5 કરોડ રૂપિયા રોકડા, 1.5 કિલો સોનું અને લક્ઝરી મર્સિડીઝ અને ઓડી કારની ચાવીઓ જપ્ત કરવામાં આવી હતી. DIGના પરિસરમાંથી મળેલી રોકડની હજુ પણ ગણતરી કરવામાં આવી રહી છે અને આ આંકડો વધુ વધી શકે છે. ગુરુવારે CBIએ રોપરના DIG હરચરણ ભુલ્લરને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડ્યા હતા. ત્યારબાદ CBIની ટીમે તેમના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કરોડો રૂપિયાની રોકડ, સોના-ચાંદીના દાગીના અનેક ફ્લેટ અને જમીનના દસ્તાવેજો અને મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરી કારની ચાવીઓ જપ્ત કરવામાં આવી હતી.


DIG અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ

DIG અને એક ખાનગી વ્યક્તિની ધરપકડ

CBIએ પંજાબ પોલીસના એક DIG અને એક ખાનગી વ્યક્તિની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરી છે. આ મામલો 8 લાખ રૂપિયાની લાંચનો છે, પરંતુ તપાસમાં કરોડો રૂપિયાની રોકડ અને લક્ઝરી વસ્તુઓનો પણ પર્દાફાશ થયો છે. અહેવાલો અનુસાર ધરપકડ કરાયેલ અધિકારી 2009 બેચના IPS અધિકારી છે, જે હાલમાં રૂપનગર (રૂપનગર રેન્જ) માં DIG તરીકે તૈનાત છે.

ઉદ્યોગપતિ પાસેથી લાંચ તરીકે 8 લાખ રૂપિયાની માંગણી કરી હતી

CBI એ જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે DIGએ તેમના નજીકના સહયોગી દ્વારા 8 લાખ રૂપિયાની લાંચ મગાઈ હતી. જેથી તેમની વિરુદ્ધ નોંધાયેલી FIR પતાવટ થાય અને આગળની કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. આ સિવાય અધિકારી નિયમિત માસિક ગેરકાયદેસર ચૂકવણીની માગણી કરી રહ્યા હતા.


CBIએ છટકું ગોઠવ્યું હતું

CBIએ છટકું ગોઠવ્યું હતું

ફરિયાદની તપાસ કર્યા બાદ CBIએ છટકું ગોઠવ્યું અને ચંદીગઢના સેક્ટર 21માં DIGના નજીકના સહયોગીને 8 લાખ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો. છટકું દરમિયાન CBIએ DIGને એક કંટ્રોલ્ડ ફોન ગોઠવ્યો, જેમાં તેમણે લાંચની રકમ સ્વીકારવાની પુષ્ટિ કરી અને ફરિયાદી અને તેના સહયોગીને તેમની ઓફિસમાં બોલાવ્યા. ત્યારબાદ CBI ટીમે DIGને તેમની ઓફિસમાંથી ધરપકડ કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top