હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ, જાતિગત સમીકરણ પર દાવ રમી ભાજપે શાંત કર્યો આંતરિક વ

હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ, જાતિગત સમીકરણ પર દાવ રમી ભાજપે શાંત કર્યો આંતરિક વિખવાદ, જાણો

10/17/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ, જાતિગત સમીકરણ પર દાવ રમી ભાજપે શાંત કર્યો આંતરિક વ

ગુજરાતમાં ઘણાં સમયથી ચર્ચાય રહેલ મંત્રીમંડળ વિસ્તરણ આખરે અમલમાં આવી ગયું છે. ત્યારે  હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર સરકાર 2.0માં મોટી જવાબદારી મળી છે. તેઓ પ્રમોશન સાથે ગુજરાતના ડેપ્યુટી સીએમ બની ગયા છે. જો કે, ગુજરાતમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ચર્ચામાં હતી, જે હવે ફાઈનલ થઈ ગઈ છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


હર્ષ સંઘવીની રાજકીય સફર

હર્ષ સંઘવીની રાજકીય સફર

હર્ષ સંઘવીએ શપથગ્રહણ સમારોહમાં સૌથી પહેલા શપથ લઈ ગુજરાતના સૌથી યુવા ડેપ્યુટી સીએમ બન્યા છે. 8 જાન્યુઆરી, 1985ના રોજ જન્મેલા હર્ષ સંઘવીની હાલની ઉંમર 40 વર્ષ છે. અગાઉ રાજ્યના ગૃહમંત્રી તરીકે તેમણે અસરકારક કામગીરી કરી છે. આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે. તેઓ PM મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. તેમણે 27 વર્ષની વયે પહેલીવાર ચૂંટણીમાં જીત મેળવી હતી. હર્ષ સંઘવી સુરતની મજૂરા બેઠક પરથી છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય છે.

હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. અને 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી અને 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા હતા. 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે સુરતના મજૂરા વિસ્તારથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા આવી રહ્યાં છે.


જાતિગત સમીકરણ

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 8 OBC, 7 પાટીદાર, ચાર ST, ત્રણ SC, બે ક્ષત્રિય તેમજ અન્ય એક જૈન તેમજ એક બ્રાહ્મણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઝોન પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9, મધ્ય ગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતમાંથી 6 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 4 ધારાસભ્યોને દિવાળી પહેલા જ ગૂડ ન્યૂઝ મળી ગયા છે. નોંધનીય છે કે, નવા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા એક નેતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.


નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક

નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક

ઉલ્લીખ્નીય છે કે, સાંજે 4 કલાકે જ આ નવી કેબિનેટની બેઠકનું આયોજન કરવાંમાં આવ્યું છે. જેમાં ખાતાઓની વહેંચણી થઈ શકે છે. માહિતી પ્રમાણે ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ ચાર્જ સંભાળે તેવી શક્યતાઓ છે. જ્યારે અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top