બે પાણીપુરી નહીં મળતા મહિલા બેસી ગઈ રસ્તા પર! પોલીસ બોલાવીને કર્યું આ કામ? જુઓ વિડીઓ
વડોદરા શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જ્યાં એક મહિલાએ રસ્તા પર બેસીને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. પાણીપુરી ખાવા આવેલી મહિલાને લારીવાળાએ બે પાણીપૂરી ઓછી આપતાં તે રોડ વચ્ચે બેસી ગઈ હતી. આખરે તેણીએ પોલીસને બોલાવી લારી હટાવડાવીને જ શાંત થઈ હતી.
માહિતી અનુસાર, ગુરુવારના રોજ વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતી એક મહિલા સૂરસાગર તળાવ પાસે પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા આવી હતી. આ મહિલા છેલ્લા બે દિવસથી પાણીપુરી ખાવા આવતી હતી. અને ગુરુવારે સાંજે 5 વાગ્યે પણ મહિલા પાણીપુરી ખાવા આવી હતી. આ મહિલાએ ગુરુવારે 20 રૂપિયાની પાણીપુરી ખાધી હતી. પાણીપુરી ખાધા બાદ મહિલાએ લારીવાળાને કહ્યુ કે, તેં મને બે પાણીપુરી ઓછી આપી છે. આ વાત પર પાણીપુરીવાળાએ મહિલાને બે પાણીપુરી આપી હતી. પરંતું છતા મહિલા માની ન હતી, અને તેણે ઝગડો કર્યો હતો.
આ બાદ મહિલા પાણીપુરી માટે હઠ પકડીને રસ્તા પર બેસી ગઈ હતી. મહિલાને રસ્તા પર બેસેલી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વાત પર મહિલાએ પોલીસ બેલાવી હતી અને પોલીસને ફરિયાદ કરી હતી કે, પાણીપુરીની લારી હટાવી દેવામાં આવે. મહિલા જીદે ચઢી હતી, અને પોલીસની વાત પણ માનવા તૈયાર ન હતી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આખરે, પોલીસે સમજાવીને લારી હટાવડાવી હતી, મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 'તમે અત્યારે તો લારી હટાવડાવી દીધી છે. પણ જો બે કલાક બાદ લારી ફરી ત્યા હશે તો મજા નહીં આવે.' જેથી પોલીસ સ્ટાફ ફરીવાર સ્થળ પર ગયો હતો. ત્યા પાણીપૂરી વિતરકે ફરીવાર તેની લારી ત્યા લગાવી દીધી હતી. જેથી પોલીસે તેને સમજાવ્યો હતો કે, આજનો દિવસ તું લારી ના લગાવ. જેથી વિતરકે પણ પોતાની લારી ત્યાંથી હટાવી દીધી હતી. જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને.
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. Sidhi Khabar.com દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp