મોટો રેલ અકસ્માત! માલગાડી ઉપર ચઢી પેસેંજર ટ્રેન, 8 લોકોના મોત
છત્તીસગઢના બિલાસપુરમાં મંગળવારે બપોરે એક રેલ દુર્ઘટના બની હતી, જ્યારે MEMU પેસેન્જર ટ્રેનનો કોચ માલગાડી સાથે અથડાયો હતો. આ દુર્ઘટના બિલાસપુર સ્ટેશન પાસે સાંજે લગભગ 4:00 વાગ્યે થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અથડામણમાં 8 મુસાફરોના મોત થયા છે જ્યારે 10 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર ટ્રેનનો એક ડબ્બો માલગાડી પર ચઢી ગયો. ટ્રેનમાં ફસાયેલા લોકોને ગેસ કટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય મંત્રી શ્યામ બિહારી જયસ્વાલે કહ્યું કે અત્યારે લોકો ટ્રેનમાં ફસાયેલા લોકોને ગેસ કટર મશીન લગાવીને બહાર કાઢવામાં આવ્યા.
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે (SECR) અનુસાર, દુર્ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમની સાથે ડિવિઝનલ રેલવે મેનેજર પણ હાજર રહ્યા હતા.
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે (SECR) તરફથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, દુર્ઘટનાનું કારણ MEMU ટ્રેનનું સિગ્નલ (ઓવરશૂટ) ક્રોસ કરવાનું હોવાનું કહેવાય છે. અહેવાલ અનુસાર ટ્રેને નિર્ધારિત સિગ્નલ તોડી દીધું આગળ ઉભેલી માલગાડીની પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે MEMU ટ્રેનના એક કોચને ભેરે ક્ષતિ થઈ છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે MEMU લોકલ ટ્રેને સિગ્નલને ઓવરશૂટ કર્યું, જેના કારણે તે ઉભી રહેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી.
બિલાસપુર રેલ અકસ્માત બાદ દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ પ્રભાવિત મુસાફરો અને તેના પરિવારજનોએ માટે એક્સ ગ્રેશિયા (સાંત્વના રકમ)ની જાહેરાત કરી છે. રેલવે પ્રશાસને જણાવ્યુ કે, ગંભીર રૂપે ઇજાગ્રસ્ત અને સામાન્ય રૂપે ઇજાગ્રસ્ત મુસાફરોને અલગ-અલગ શ્રેણીમાં આર્થિક સહાયતા આપવામાં આવશે. મૃતક મુસાફરોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને 5-5 લાખ આપવામાં આવશે, જ્યારે જેમને સામાન્ય ઇજા થઈ છે તેમને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp