‘સાહેબ! મને મારી પત્નીથી બચાવો, રાત્રે નાગિન બની જાય છે…’, પતિએ માગી મદદ, હચમચાવી દેશે આ અજીબોગરીબ કેસ
‘સાહેબ! મને મારી પત્નીથી બચાવો, તે રાત્રે નાગિન બની જાય છે…’ આટલું કહીને, યુવક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેની વાત સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરની છે. એક યુવકે સંપૂર્ણ સમાધાન દિવસ પર અધિકારીઓની મદદ માગી. તેણે કહ્યું કે તેની પત્ની રાત્રે નાગિનનું રૂપ ધારણ કરીને તેને કરડવાનો પ્રયાસ કરે છે. તે તેને મારી નાખવા માગે છે.
પતિની ફરિયાદ બાદ ઇન્ચાર્જ અધિકારીએ કાયદા મુજબ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો વિચારી રહ્યા છે કે શું આવું પણ કંઈ થઈ શકે છે. અહેવાલો અનુસાર, સંપૂર્ણ સમાધાન દિવસ પર પહોંચેલા વ્યક્તિએ ઇન્ચાર્જ અધિકારીને કહ્યું કે તે ખૂબ જ દુઃખી છે. સાહેબ, મને બચાવી લો... મારી પત્ની રાત્રે નાગિન બનીને મને મારવાનો પ્રયાસ કરે છે.’
પીડિતે પત્ની પર માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો. તેની વાત સાંભળીને કોઈને વિશ્વાસ ન થયો, પરંતુ તેણે જે પ્રકારે પત્નીની નાગિન બનવાની વાત કહી તેનાથી બધા સ્તબ્ધ થઈ ગયા. ત્યારબાદ, સંપૂર્ણ સમાધાન દિવસ પર અધિકારીએ તપાસ અને યોગ્ય કાર્યવાહીનો આદેશ આપ્યો.
મહમુદાબાદના લોધાસાના મુન્નાના પુત્ર મેરાજે ફરિયાદ દાખલ કરી હતી કે તેના લગ્ન થાનગાંવના લાલપુરના નસીમુન સાથે થયા છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેના લગ્ન બાદ જ તેની પત્ની રાત્રે નાગિન બનીને તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે તરત જ જાગી જાય છે. જેથી તે પોતાના પ્લાનમાં સફળ થતી નથી.
SDMએ આ મામલે તપાસ બાદ કાર્યવાહી કરીને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. મેરાજના જણાવ્યા મુજબ, તે પત્નીને ભગત-ભુવા પાસે લઈ જઈને ઝાડ-ફૂંક કરાવી ચૂક્યો છે. મહમુદાબાદ પોલીસ સ્ટેશનમાં પણ નિર્ણય થઈ ચૂક્યો છે, પરંતુ સમસ્યા હજુ પણ ઉકેલાઈ નથી. માર્ચની શરૂઆતમાં મહોબામાં એક પતિએ આવી જ ફરિયાદ નોંધાવી હતી. તેણે દાવો કર્યો હતો કે તેની પત્ની રાતોરાત નાગિનમાં પરિવર્તિત થઈ ગઈ અને તેને મારવાનો પ્રયાસ કરવા લાગી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp