શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

10/04/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, એવામાં રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. આ દરમિયાન, હવામાન વિભાગે ‘શક્તિ વાવાઝોડાની વોર્નિંગ જાહેર કરી છે. IMD અનુસાર, ‘શક્તિ વાવાઝોડાની અસર 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે.


શું કહે છે હવામાન વિભાગ?

શું કહે છે હવામાન વિભાગ?

અરબ સાગરમાં 'શક્તિ' નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આગામી 24  કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. આ વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે.

હાલમાં વાવાઝોડાની આસપાસ પવનની ગતિ 64-75 કિમી પ્રતિ કલાકની છે, જેના ઝાપટાં 85 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે. 4 અને 5 ઓક્ટોબર દરમિયાન પવનની ગતિ વધીને 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના ઝાપટાં 125 કિમી પ્રતિ કલાક સુધી જવાની સંભાવના છે.

6 અને 7 ઓક્ટોબરના રોજ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને, ખાસ કરીને દરિયા કિનારાની નજીક રહેતા લોકોને, સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.


અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે, જેના કારણે જામનગર અને કચ્છ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. આ દરમિયાન 65-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર એકથી બે દિવસમાં શરૂ થઈ જશે.

વાવાઝોડાની સાથે-સાથે પશ્ચિમી વિક્ષેપ પણ આવી રહ્યો હોવાથી રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે. આગાહી પ્રમાણે, 4-8 ઓક્ટોબર દરમિયાન વરસાદ આવશે અને તેની અસર 10મી ઓક્ટોબર સુધી પણ રહી શકે છે. આ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. જોકે, આ સમયે થનારા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top