‘તારા લીધે મારો ભાઈ મરી ગયો છે’ કહી પતિએ પત્નીને ઉપરછાપરી છરીના ઘા ઝીંકી દીધા
ગુજરાતમાં ગુનાહિત ગતિવિધિઓ સતત વધી રહી છે. પોલીસ પ્રશાસન ગુનેગારો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી તો કરે છે, એ છતાં લોકો ગુનાહિત ગતિવિધિઓ કરતા ખચકાતાં નથી. જાહેરમાં છરીના ઘા પણ ઝીંકી દેતા હોય છે. આવો જ એક બનાવ અમદાવાદથી સામે આવ્યો છે, જ્યાં એક પતિએ પત્નીને ઉપરાછાપરી છરીના ઘા ધરબી દીધા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.
ગઈકાલે સાંજના 6:00 વાગ્યાની આસપાસ યુવતી કામથી બજારમાં ગઈ હતી. કામ પૂરું કરીને તે પોતાના ઘરે જઈ રહી હતી એ સમયે નિકોલ ખોડિયારનગર દૂધસાગર નજીક પસાર થતી હતી, ત્યારે પતિ આવ્યો. પતિએ આવતા જ યુવતી પર આરોપ લગાવ્યો કે, ‘તારા લીધે મારો ભાઈ મરી ગયો છે.’ યુવતી કંઈ બોલે એ અગાઉ પતિએ તેને ધક્કો મારીને જમીન પર પાડી દીધી હતી અને મારવા લાગ્યો હતો. કોઈ ફિલ્મી દૃશ્યો હોય એવી રીતે પતિએ યુવતીના વાળ પકડ્યા હતા અને જમીન પર ઢસડવા લાગ્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા પતિએ તેની પાસે રહેલી છરી કાઢી હતી ગળામાં તેમજ શરીર પર ઉપરાછાપરી છરીના ઘા મારી દીધા હતા. આ રૂવાડા ઊભા કરી દે તેવી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
હુમલા સમયે 3 લોકોએ દરમિયાનગીરી કરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હેવાન બનેલા પતિએ પત્ની પર જ જરાય રહેમ ન દાખવતાં મારતો રહ્યો હતો. હાલમાં યુવતીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર છે. મહિલાને ગળા-ખભાના ભાગે 75 ટાંકા આવ્યા છે. પતિના ત્રાસને કારણે મહિલા છેલ્લા 6 મહિનાથી તેના પિયરમાં રહેતી હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત યુવતીએ કહ્યું હતું કે મારો પતિ છૂટાછેડા માગતો હતો, પરંતુ મેં ના પાડી હતી, જેથી મારા પતિએ મારા પર પાછળથી હુમલો કર્યો. ત્યારબાદ મારું ગળું કાપી નાખ્યું હતું. લોકોએ મને છોડાવી હોસ્પિટલ મોકલી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp