'મને બધા નિયમ ખબર છે, સમજાવવાની જરૂર નથી.....' કેબીસીના સેટ પર અમિતાભ બચ્ચન સાથે ઉદ્ધતાઈ, જુઓ વિડિયો
લોકપ્રિય અને બહુચર્ચિત શો "કૌન બનેગા કરોડપતિ" ફરી એકવાર લાઈમલાઇટમાં આવ્યો છે. દરેક સીઝનમાં નવી ઊર્જા, નવા સ્પર્ધકો અને નવા અનુભવ સાથે આવતો આ શો, ખાસ કરીને તેના હોસ્ટ અમિતાભ બચ્ચનની સંયમિત અને ગૌરવભરી શૈલી માટે પ્રખ્યાત રહ્યો છે. પરંતુ હાલમાં એક એપિસોડે દર્શકોમાં ભારે ચકચાર મચાવી છે. આ એપિસોડમાં એક બાળકના વાણી-વ્યવહારથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પહેલા તો ઇશિત આ શોમાં "હોટ સીટ" સુધી પહોંચી જતા અત્યંત ઉત્સાહિત જોવા મળ્યો હતો. શરૂઆતમાં બધાને લાગ્યું કે, તે એક આત્મવિશ્વાસથી ભરેલો, બુદ્ધિશાળી બાળક હશે. પણ રમત શરૂ થતાં જ તેનું વર્તન ઉદ્ધતાઈમાં ફેરવાઈ ગયું હતું. જ્યારે અમિતાભ બચ્ચને પુછ્યું કે "હોટ સીટ પર બેસીને કેવું લાગે છે? ત્યારે ઇશિતે ઉદ્ધતાઈથી જવાબ આપતાં કહ્યું કે, હું ખૂબ જ ઉત્સાહિત છું. પણ ચાલો સીધા મુદ્દા પર આવીએ. મને રમતના નિયમો સમજાવવાની જરૂર નથી, કારણ કે હું પહેલાથી જાણું છું."
આ સાંભળીને અમિતાભ બચ્ચન કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના માત્ર સ્મિત કરી ગયાં. પછીના પ્રવાહમાં પણ જ્યારે-જ્યારે અમિતાભ બચ્ચન કોઈ જવાબ સમજાવવાનું શરૂ કરતા ત્યારે ઇશિત તેમને અટકાવતો. કેટલીકવાર તેમણે અવગણન કરી, પરંતુ વિક્ષેપ સ્પષ્ટ દેખાતો હતો. આ તરફ શોની સૌથી નિર્ણાયક ક્ષણ ત્યારે આવી જ્યારે ઇશિતને પુછવામાં આવ્યું કે, રામાયણનો પહેલો અધ્યાય કયો છે? આ માટે સાચો જવાબ હતો "બાલકંડ" પરંતુ ઇશિતે જવાબ આપ્યો "અયોધ્યાકાંડ". જવાબ ખોટો નીકળતાં રમતનો અંત આવી ગયો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સનો રોષ ફાટી નીકળ્યો હતો. ઘણાએ બાળકના વર્તનને "અભદ્ર" અને "અહંકારી" ગણાવી તેના ઉછેર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક યુઝરે ટ્વીટ કર્યું કે, બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પણ વિવેક અને સંસ્કાર પણ શીખવાવા જોઈએ. આ સાથે જ અમિતાભ બચ્ચનના શાંતિભર્યા વર્તન માટે પણ અનેક લોકોએ પ્રશંસા કરી. એવી સ્થિતિમાં જ્યાં કોઈ પણ ગુસ્સે થઇ શકે બિગ બીએ અસાધારણ સહનશીલતા બતાવી હતી. ઉલ્લેખનીય છે કે, એક ટેલિવિઝન શો કે મંચ પર શું વર્તન હોય એ શીખવડાવવાનું કાર્ય માત્ર શાળાનું નહિ પરંતુ ઘરના પરિવેશનુ પણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp