બિહાર ચુંટણીમાં બેઠકોની ચડસાચડસી વચ્ચે આ નેતાએ તો ભારે કરી! જુઓ વિડીઓ

બિહાર ચુંટણીમાં બેઠકોની ચડસાચડસી વચ્ચે આ નેતાએ તો ભારે કરી! જુઓ વિડીઓ

10/14/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહાર ચુંટણીમાં બેઠકોની ચડસાચડસી વચ્ચે આ નેતાએ તો ભારે કરી! જુઓ વિડીઓ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીની ચડસાચડસી વચ્ચે જેડીયુ ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ સીએમ હાઉસની બહાર ધરણા પર બેસી ગયા છે. પત્રકારો સાથે વાત કરતા જિદ્દ પર અડેલા ગોપાલ મંડલે કહ્યું કે, 'હું મુખ્યમંત્રીને મળવા માંગુ છું. હું સવારથી રાહ જોઈ રહ્યો છું. મને ચૂંટણી ટિકિટ મળશે. ટિકિટ લીધા વિના હું અહીંથી નહીં જઉં.'


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


JDUના વરિષ્ઠ નેતાનો આરોપ

ગોપાલ મંડલે વધુમાં જણાવ્યું કે, JDUના કેટલાક વરિષ્ઠ નેતાઓ મારી વિરુદ્ધ રાજનીતિ કરી રહ્યા છે. તેઓ મારી ટિકિટ કાપવા માગે છે, તેથી તેઓ આજકાલ મારા વિરોધી અજય મંડલ ઉર્ફે બુલો મંડલને ટિકિટ આપવા માગે છે. મેં મુખ્યમંત્રી નીતિશ કુમારને મારા નેતા તરીકે સ્વીકાર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. મળતી માહિતી પ્રમાણે પાર્ટીના ઘણા વર્તમાન ધારાસભ્યોમાં સીટ-વહેંચણી પ્રક્રિયાથી ભારે નારાજગી છે. કેટલીક બેઠકો પર નવા ચહેરાઓને તક આપવાની તૈયારીને કારણે જૂના ધારાસભ્યોમાં નારાજગી છે. બીજી તરફ CM હાઉસના સુરક્ષા કર્મચારીઓએ મુખ્યમંત્રી કાર્યાલયને આ ઘટનાની જાણકારી આપી દીધી છે અને ગોપાલ મંડલ સાથે વાતચીત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.'


બીજેપી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

બીજેપી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

જો કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપે પ્રથમ તબક્કાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. યાદી મુજબ, નંદ કિશોર યાદવની ટિકિટ કાપવામાં આવી છે. પટના સાહિબથી હવે રત્નેશ કુશવાહાને તક આપવામાં આવી છે. એનડીએમાં બેઠક વહેંચણી બાદ ભાજપને 101 બેઠક મળી છે. અન્ય બેઠકો પર બીજી યાદીમાં અન્ય ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.



પટના સાહિબથી નંદ કિશોર યાદવની ટિકિટ રદ કરવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, 'હું ભાજપના નિર્ણય સાથે છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. મને પાર્ટી સાથે કોઈ ફરિયાદ નથી. નવી પેઢીનું સ્વાગત છે અને અભિનંદન. પટના સાહિબ વિધાનસભાના લોકોએ મને સતત સાત વખત વિજયી બનાવ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે તેમણે મને જે સ્નેહ અને પ્રેમ આપ્યો છે તે હું ક્યારેય ભૂલીશ નહીં. હું બધાનો આભારી છું.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top