ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કોને કહ્યું- ‘શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમ કે...’
થોડા દિવસ અગાઉ જ વિરમગામના ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તથા ઘરોમાં આવતા ગંદા પાણીનું કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી હતી. તેમની ચીમકી બાદ વિરમગામમાં અધિકારીઓના પગ ફૂલી ગયા હતા અને સમસ્યાઓને તાત્કાલિક ઉકેલ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની છાપ આખાબોલા નેતા તરીકની છે. જે બોલવું હોય તો બોલી દે અને લ બોલવા જેવી વાત પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કહી નાખે, પરંતું હવે હાર્દિક પટેલ વધુ એક વખત ચર્ચામાં આવી ગયા છે. તેમની એક પોસ્ટે અત્યારે ખળભળાટ મચાવી દીધો છે
હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું કે, “અમે શાંત છીએ સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો. કેમ કે આ શરૂઆત છે અંત નહીં.” હાર્દિક પટેલના આ શબ્દો હાલ તીરની જેમ છૂટ્યા છે. રાજકીય ગલિયારામાં ચર્ચા થઈ રહી છે કે, અને પોસ્ટ દ્વારા તીર કોને મારવામાં આવ્યું છે આ પોસ્ટ કઈ દિશામાં ઈશારો કરે છે. હાર્દિક પટેલની આ કોને ગર્ભિત ચેતવણી છે? તેને લઈને રાજનીતિક ગલિયારામાં ચર્ચા થઈ રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp