'હવે તો ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપમાં સુવિચાર પણ મૂકાય તેમ નથી'- આ શું કહી રહ્યા છે હાર્દિક પટેલ? જાણો
વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની ગત રોજ એક પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી. હાર્દિક પટેલની છાપ આખાબોલા નેતા તરીકની છે. ક્યારેક તેઓ ન બોલવાની વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી રજૂ કરતા દેતા હોય છે. આવી જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં હાર્દિક પટેલના તીખા તેવર જોવા મળ્યા હતા. જો કે, આ તીર કોના તરફ ઈશારો કરે છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે.
હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમે શાંત છીએ સંત નહીં મનમા વહેમ હોય તો કાઢી નાંખજો. કેમ કે આ શરૂઆત છે અંત નહીં.' ત્યારે હવે તેમણે બીજી એક પોસ્ટ કરી કત્ષ કર્યો છે. તેમણે પોસ્ટમા લખ્યું છે કે, 'આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે કે ગમે ત્યાંથી સમાચાર શોધી લે છે, હવે તો ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપમાં સુવિચાર પણ મૂકાય તેમ નથી તરત જ સમાચારમાં આવી જવાય છે.'
હાર્દિક પટેલની વાયરલ પોસ્ટના તીખા તેવરથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉપડી છે કે, આખરે આ શબ્દોનો ઈશારો કોના તરફ છે. પરંતું તરત બીજા દિવસે હાર્દિક પટેલે આ પોસ્ટને સુવિચાર ગણાવ્યો હતો. જો કે, આ પોસ્ટ કોઈના પર નિશાન તાકીને લખાઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. તેમના શબ્દોમાં ક્યાય સુવિચાર હોય લેવું લાગ્યુ ન હતું.
વિરમગામના ભાજપના ધારાસભ્યએ હજી થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા અપીલ કરી હતી. અને કામ બરાબર ન થવા પર પોતાની સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. તેમણે તેમની ચીમકી બાદ વિરમગામમાં અધિકારીઓ સમસ્યાઓને ત્વરિત હાથમાં લીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp