એક નાનકડી બેદરકારીમાં માસુમ બાળકી પર ફરી વળી સ્કુલવાન! જુઓ કાળજું કંપાવનારો આ વિડીઓ.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી કાળજું કંપાવનારી ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં અઢી વર્ષની બાળકી સાથે એક ભયજનક ઘટના બની હતી. જહાંગીરપુરા વિસ્તારના સુમન વંદના બિલ્ડીંગ નીચે એક સ્કૂલવાન ચાલક દ્વારા બેદરકારીપૂર્વક વાન હંકારવાના કારણે આ નાની બાળકી અડફેટે આવી ગઈ હતી. જે સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
માહિતી મુજબ, ઘટનાના સમયે બિલ્ડીંગની નીચે બે વાન ઊભી હતી અને તેની આસપાસ ૨-૩ મહિલાઓ પણ હાજર હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. ત્યારે અચાનક જ એક સ્કૂલવાન ચાલકે ધ્યાન રાખ્યા વિના વાહન આગળ વધાર્યું અને નાની બાળકી તેની ચપેટમાં આવી ગઈ. અને વાનનું પૈડું બાળકીના પગ પર ફરી વળ્યું હતું. થોડા સેકન્ડ માટે આસપાસ હાજર લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. જો કે, આસપાસના લોકોએ તાત્કાલિક બાળકીને સુરક્ષિત જગ્યા પર લઇ ગયા હતા. આ દૃશ્યો કેમેરામાં કેદ થતા, ઘટના અંગે ચર્ચા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. સદભાગ્યે, બાળકીનો જીવ બચી ગયો છે, અને તેને કોઈ મોટી ઇજા નથી પહોંચી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
કાળજું કંપાવનારી આ ઘટના માતા-પિતા અને ખાસ કરીને સ્કૂલવાન ચાલકો માટે એક મોટી ચેતવણીરૂપ કિસ્સો છે. નાનકડા બાળકો ઘણીવાર બેધ્યાનપણે રમતા રમતા રસ્તા પર આ રીતે જતા રહેતા હોય છે. ત્યારે અચાનક આવતાં વહાનો આગળ આવી જાય છે. અહીં જો ડ્રાઈવરો દ્વારા સાવધાની નહીં રાખવામાં અવે તો મોટી દુર્ઘટના પણ બની શકે છે. જો કે, આ કિસ્સામાં નાની બાળકીનો જીવ બચી ગયો, પરંતુ થોડી પણ બેદરકારી ગંભીર નુકસાન આપી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp