ધોરાજીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, 'શાળા ઉપર કબજો કરી મસ્જીદ બનાવી નાખીશું' શિક્ષકોને ખુલેઆમ ધમકી
ધોરાજી તાલુકાના વેલારીયા ગામે સરકારી શાળાના શિક્ષકોને સ્થાનિક ગામના વ્યક્તિ દ્વારા વારંવાર પજવણી કરવામાં આવી રહી છે. ઉપરાંત વારંવાર ધમકીઓ પણ આપવામાં આવતી હોવાથી આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સોમવારે પ્રાંત અધિકારી તેમજ એએસપી કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
શિક્ષક સંઘના પ્રમુખ ધવલકુમાર પટેલ સહિત શિક્ષક સંઘના હોદ્દેદારોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, વેલારીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સતીશભાઈ સિંહાર અને કલ્પેશભાઈ પરડવાને ગામના અસ્લમ સુમરા નામના વ્યક્તિ દ્વારા વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. શિક્ષકોને વારંવાર ફોન કરી શાળામાં નહી આવવાનું કહેવા ઉપરાંત શાળા પર કબજો કરી લેવો છે અને શાળાની જગ્યાએ મદ્રેસા અને મસ્જિદ બનાવવી છે તેમ જણાવીને શાળાએ ન આવવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે. જેના કારણે શિક્ષકોને જીવનું જોખમ હોય જેથી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સંઘના હોદ્દેદારો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ઉપલેટા પોલીસ દ્વારા ફરિયાદી શિક્ષકોનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં ગામના અસ્લમ સુમરા અને તેના પિતા દ્વારા શાળાના શિક્ષકોને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે કે, શાળાએ નહીં આવતા નહીંતર ટાંટિયા ભાંગી નાખીશું. એવું નિવેદન પોલીસ સમક્ષ લેખિતમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp