ભાજપે અમૂલમાં ઐતિહાસિક સત્તા મેળવી ભગવો લહેરાવ્યો, ચુંટણી શરૂ થતાં પહેલા જ બતાવી દીધી હતી તાકાત, જુઓ પરિણામ
આણંદમાં ખેડા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચુંટણીઓ યોજાઈ હતી. જ્યાં ભાજપે પ્રથમવાર પૂર્ણ બહુમત મેળવીને ઇતિહાસ રચી દીધો છે. સંઘના નિયામક મંડળની 12 સામાન્ય અને એક વ્યક્તિગત બેઠક સહિત 13 બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ હતી. જ્યાં ભાજપે ૧૧ બેઠકો પર જીત મેળવી લોક પ્રખ્યાત અમૂલ ડેરીમાં સત્તા હસ્તગત કરી છે.
આણંદની સહકારી સંઘની અમૂલ ડેરીની નવ બેઠકોની મત ગણતરીના પરિણામ આજે જાહેર થયા હતા. જેમાં 9 બેઠકોમાં વ્યક્તિગત બેઠક પર ભાજપના ઉમેદવાર, તેમજ 8 સામાન્ય પૈકી 6 બેઠકો પર ભાજપના ઉમેદવાર અને બે બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ બહુમતથી જીત મેળવી છે. સંઘની આ 12 સામાન્ય અને એક વ્યક્તિગત બેઠક મળી 13 બેઠકોની ચૂંટણીમાં ભાજપનો ચાર બેઠકો પર બિનહરીફ અને 7 બેઠકો પર બહુમતીથી વિજય થતા કુલ 11 બેઠકો સાથે ભાજપે પ્રથમવાર અમૂલમાં પૂર્ણ બહુમતથી સત્તા પ્રાપ્ત કરી ભાજપનો ભગવો લહેરાવ્યો છે.
જો કે ભાજપે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતમાં જ પોતાની તાકાત બતાવી દીધી હતી. ચાર સામાન્ય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે બાકીની એક વ્યક્તિગત અને આઠ સામાન્ય બેઠકો પર મતદાન યોજાયું હતું. આ આઠ સામાન્ય બેઠકો પૈકી, છ બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસને વિજય મળ્યો છે. આ સિવાય, વ્યક્તિગત બેઠક પર પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. આ ઐતિહાસિક જીત બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો. આ પરિણામોએ સહકારી ક્ષેત્રમાં પણ ભાજપની વધતી જતી શક્તિને સાબિત કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp