ઘી કે માખણ કોણ સવાસ્થ્ય માટે વધું શ્રેષ્ઠ? શેમાં ચરબીનું પ્રમાણ વધું? જાણો વિગતવાર અને મેળવો ફાયદાઓ!
ભારતીય રસોડામાં દેશી ઘી અને માખણ બંને ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય લોકો આ બંનેનો ખોરાકમાં ખૂબ જ શોખથી ઉપયોગ કરે છે. મોટેભાગે તેને રોટલી, પરોઠા, રોટલા પર લગાવીને ખાય છે. આ ઉપરાંત ક્યારેક દાળમાં નાખીને, તો ક્યારેક શાકના વઘારમાં દેશી ઘી અને માખણનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. કેટલાક લોકોને દેશી ઘી તો કેટલાક લોકોને માખણ ગમે છે. જો કે બંનેમાં ચરબી ભરપુર માત્રામાં જોવા મળે છે. ચરબી ઉપરાંત, તેમાં ઘણા પ્રકારના વિટામિન અને કેલરી પણ રહેલા છે.
કેટલાક લોકો કહે છે કે, ઘી સારું છે. જ્યારે કેટલાક કહે છે કે, માખણ સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમે પણ આ મૂંઝવણમાં છો, તો આ લેખ તમારા માટે છે. અહીં અમે તમને જણાવીશું કે ઘી અને માખણમાંથી શેમાં વધુ ચરબી હોય છે અને શું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
માખણમાં પણ ઘણા પોષક તત્વો જોવા મળે છે. તેમાં ચરબી અને કેલરી, પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સ રહેલા છે. આ ઉપરાંત તે વિટામિન A, D, E અને B12નો પણ સારો સ્ત્રોત મનાય છે. ઉપરાંત તે હૃદયના સ્વાસ્થ્યને જાળવવા માટે ફાયદાકારક છે. તેમાં જોવા મળતી સેચુટેરિડ ચરબી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે ચયાપચયને વેગ આપવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
આમ તો દેશી ઘીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. ચરબીની સાથે, તેમાં વિટામિન A, D, E અને K પણ હોય છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, બ્યુટીરિક એસિડ નામનું તત્વ પણ હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. દેશી ઘી રોગપ્રતિકારક શક્તિ તેમજ ચયાપચયને વધારે છે. હેલ્થલાઇન અનુસાર ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે બળતરા ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં પણ મદદરૂપ થાય છે.
ચરબીની વાત કરીએ તો માખણ કરતાં ઘીમાં વધુ ચરબી રહેલી છે. આ સાથે ઘીમાં કેલરીનું પ્રમાણ પણ માખણ કરતાં વધુ હોય છે. પરંતુ તેમ છતાં ઘીને માખણ કરતાં વધુ સારું માનવામાં આવે છે. જો કે માખણના પણ પોતાના ફાયદા છે. તેથી તમે તમારી જરૂરિયાત મુજબ બંનેનું સેવન કરી શકો છો. પરંતુ ચરબી અને કેલરી વધુ હોવાથી બંનેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું ખૂબ જરૂરી છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp