ભારતીય રસોડામાં જોવા મળતી આ ઔષધના ગુણોથી હશે ૯૦% લોકો અજાણ! ખાલી જાણી લો તેના ઉપયોગના ફાયદાઓ!

ભારતીય રસોડામાં જોવા મળતી આ ઔષધના ગુણોથી હશે ૯૦% લોકો અજાણ! ખાલી જાણી લો તેના ઉપયોગના ફાયદાઓ!

08/23/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ભારતીય રસોડામાં જોવા મળતી આ ઔષધના ગુણોથી હશે ૯૦% લોકો અજાણ! ખાલી જાણી લો તેના ઉપયોગના ફાયદાઓ!

ભારતીય તેજાના કેટલીય સદીઓથી તેના પોષકતત્વો યુક્ત ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાંની ઔષધિય ગુણોથી ભરપુર એક વસ્તુ એટલે લવિંગ. લવિંગનો ઉપયોગ ભારતીય રસોઈમાં વર્ષોથી કરવામાં આવે છે. લવિંગ એક સુગંધી મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ લાભ આપે  છે. ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. જે પાચન સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

આયુર્વેદમાં પ્રચલિત ચરક સંહિતામાં પણ લવિંગનો ઉલ્લેખ ઔષધી તરીકે કરવામાં આવ્યો છે. ચરક સંહિતા અનુસાર લવિંગ વાતનાશક અને પાચન વર્ધક જડીબુટ્ટી છે. એનો ઉપયોગ ઉધરસ, દાંતના દુખાવા અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં કરી શકાય છે. સાથે જ લવિંગ કફ અને પિત્ત દોષને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે.


લવિંગને ક્યારે અને કેવી રીતે ખાવું?

લવિંગને ક્યારે અને કેવી રીતે ખાવું?

આયુર્વેદ અનુસાર, લવિંગને સવારે અને સાંજે જમતા પહેલા ખાવું જોઈએ. જમતા પહેલા એક લવિંગ ચાવીને ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. જમતા પહેલા લવિંગ ખાવાથી પેટમાં ગેસ, અપચો જેવી તકલીફો ઓછી કરવામાં મદદ મળે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનની એક રિસર્ચ અનુસાર લવિંગમાં યુજેનોલ નામનું તત્વ હોય છે. જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. તે ગળામાં ખરાશ, શ્વાસની બદબુ અને પાચનની સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે. રિસર્ચ અનુસાર લવિંગ દાંતની સમસ્યાઓમાં રાહત આપી શકે છે. લવિંગને ચાવીને ખાવા ઉપરાંત ચા માં ઉમેરીને અથવા ભોજનમાં મસાલા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.


કોણે લવિંગ ન ખાવું ?

કોણે લવિંગ ન ખાવું ?

લવિંગ ફાયદાકારક હોવા છતાં મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને ગરમીના દિવસોમાં લવિંગ ખાવાનું ટાળવાનું કહેવામાં આવે છે. આ સિવાય જે લોકોને પિત્તની સમસ્યા હોય અથવા વધારે પ્રમાણમાં એસિડિટી થતી હોય તો તેમણે પણ લવિંગનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ. જો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો પણ લવિંગ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top