એવું સુપરફૂડ જેના વિશે 99% ભારતીયોને જાણીને પણ અજાણ છે!? ગણાય છે પ્રોટીનનો સંપૂર્ણ શાકાહારી સ્ત

એવું સુપરફૂડ જેના વિશે 99% ભારતીયોને જાણીને પણ અજાણ છે!? ગણાય છે પ્રોટીનનો સંપૂર્ણ શાકાહારી સ્ત્રોત, જાણો સંપૂર્ણ વિગતો.

08/21/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

એવું સુપરફૂડ જેના વિશે 99% ભારતીયોને જાણીને પણ અજાણ છે!? ગણાય છે પ્રોટીનનો સંપૂર્ણ શાકાહારી સ્ત

જ્યારે પણ સારા આરોગ્યના સંદર્ભમાં પોષકતત્વોથી ભરપુર ખાદ્ય પદાર્થોની વાત થાય છે, ત્યારે એવા કહેવાતા સુપરફૂડ્સની લાંબી લીસ્ટ લોકોના મગજમાં યાદ આવે છે. પણ આ સુપરફૂડ જેનો લોકો વપરાશ તો કરે છે પણ ઘણો ઓછીમાત્રામાં તે આ લીસ્ટમાં યાદ આવશે જ નહી. કેમકે તેના ગુણો વિશે 99% ભારતીયોને કદાચ જાણકરી નથી. હવે પ્રશ્ન એ થાય છે કે આ સુપરફૂડ કયું છે?


પ્રોટીનનો સંપૂર્ણ શાકાહારી સ્ત્રોત

પ્રોટીનનો સંપૂર્ણ શાકાહારી સ્ત્રોત

તે બીજું કંઈ નહીં પણ રાજગરો છે. તેને રામદાણા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો તેનો ઉપયોગ ઉપવાસ દરમિયાન વધું કરે છે, બાકી રોજીંદા જીવનમાં તે ખાસ વપરાતો નથી. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળે છે. પરંતુ જો તેને દરરોજ ખાવામાં આવે તો સ્વાસ્થ્યને બમણો ફાયદો થશે.

100 ગ્રામ રાજગરામાં 340 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું છે. એટલું જ નહીં, તેમાં વિટામિન બી, વિટામિન સી અને મેગ્નેશિયમ પણ રહેલા છે. આશ્ચર્યની વાત એ છે કે, રાજગરો એકમાત્ર શાકાહારી ખોરાક છે જેમાં બધા 9 પ્રકારના એમિનો એસિડ રહેલા છે. આ કારણોસર તેને પ્રોટીનનો સંપૂર્ણ શાકાહારી સ્ત્રોત માનવામાં આવે છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે.


રાજગરાના ફાયદા

રાજગરાના ફાયદા

રાજગરો હિમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદરૂપ છે. રાજગરાના અન્ય ફાયદાની વાત કરી તો તે વિટામિનની ઊણપને દૂર કરીને આંખોને પણ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત આ હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે.

રાજગરાને ખાવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં મજબૂત બને છે. તે બળતરા ઘટાડે છે અને હાર્ટ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. રાજગરો વધારાની ચરબી ઘટાડીને વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે.

રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. રાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતાં વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ આવે છે. રાજગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે.


રાજગરાનો ઉપયોગ

રાજગરાનો ઉપયોગ

રાજગરાનો ઉપયોગ અન્ય અનાજની જેમ પણ કરી શકાય છે. તેનો લોટ બનાવીને રોટલી બનાવીને ખાઈ શકાય છે.આ સાથે રાજગરાને ભાતની જેમ શાકભાજી ઉમેરીને પણ ખાઈ શકાય છે. અથવા તેને દૂધ ઉમેરીને દલીયાની જેમ પણ ખાઈ શકાય છે. ઉપરાંત રાજગરાના લાડુ બનાવીને પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top