શું તમે પણ આદુનો રોજ ઉપયોગ કરવા ટેવાયેલા છો? તો ચેતી જજો!! જાણો થઈ શકે છે આ નુકસાન
આદુને ભારતીય રસોડાનો મહત્વનો ભાગ મનાય છે. ચા થી લઈ દાળ-શાક અને ખાસ પકવાનમાં બધે આદુનો ખાસ ઉપયોગ થાય છે. આદુમાં રહેલા ઔષધિય ગુણ સ્વાસ્થ્ય માટે જરૂરી ગણાય છે. શરદી-ઉધરસથી લઈ પાચન તંત્ર સુધારવા સુધીની સમસ્યાઓમાં આદુ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને તેથી જ લોકો અલગ અલગ રીતે આદુને રોજ ડાયટમાં સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આદુ ખાવા માટે પણ કેટલીક સાવધાની રાખવી ખૂબ જરુરી છે. કારણ કે વધારે પડતું આદુ ખાવાથી નુકસાન થઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન
ગર્ભવતી મહિલાઓને મોર્નિંગ સિકનેસ કે ઉલટી જેવી સમસ્યામાં રહાત પામવા માટે આદુ લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેની માત્રા ખૂબ મર્યાદિત હોવી જોઈએ. યૂએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનની રિપોર્ટ અનુસાર, વધારે માત્રામાં આદુ લેવાથી ગર્ભપાતનું જોખમ વધે છે. અથવા બાળકના વિકાસ પર અસર થઈ શકે છે. તેથી ગર્ભાવસ્થામાં આદુ ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
દવા સાથે આડઅસર
અમુક દવાઓ સાથે આદુ આડઅસર કરી શકે છે. ઈંટરનેશનલ જર્નલ ઓફ એંડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પ્રકાશિત માહિતી અનુસાર, આદુ બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરતી દવાઓ સાથે ઉલટું રિએક્ટ કરી શકે છે. ઉપરાંત ડાયાબિટીસની દવા સાથે આદુ લેવાથી બ્લડ શુગર વધારે ડાઉન થઈ શકે છે.
પાચન તંત્ર પર ખરાબ અસર
આદુ પાચન માટે ખૂબ સારું ગણાય છે, પરંતુ જો જરુર કરતાં વધારે આદુ લેવામાં આવે તો પેટની સમસ્યા વધી શકે છે. ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશન જર્નલ અનુસાર, કેટલાક લોકો આદુ રોજ ખાય તો તેમને પેટમાં બળતરા, ગેસ, ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. આમ સંવેદનશીલ પેટવાળા લોકો માટે આદુ નુકસાનકારક સાબિત થાય છે.
રક્ત પાતળું થવાનું જોખમ
આદુમાં એન્ટી ઈંફ્લેમેટરી તત્વ રહેલું છે. આ તત્વ શરીરને ફાયદો પહોંચાડવાની સાથે રક્તને પાતળું કરવાનું કામ પણ કરે છે. એક સ્ટડી અનુસાર, આદુ પ્લેટલેટ્સની જમાવટને રોકે છે. તેને ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાનું જોખમ ઘટી શકે છે. પરંતુ બીજી તરફ આ ફાયદા માટે વધારે માત્રામાં રોજ આદુ લેવામાં આવે તો રક્ત વહી જવાની શક્યતા વધી જાય છે. તેથી જે લોકો પહેલાથી જ રક્ત પાતળુ કરવાની દવા લેતા હોય તેમના માટે આદુ જોખમી છે.
એલર્જીનું જોખમ
કેટલાક લોકોને આદુથી એલર્જી પણ થઈ શકે છે. તેના લક્ષણોમાં ત્વચા પર લાલ ચકતા, શ્વાસ લેવામાં સમસ્યા હોય શકે છે. આદુ ખાધા પછી એલર્જિક રિએકશન અનુભવ થાય તો તુરંત તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp