'કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી, પરંતુ હવે વ્યાપારને વધુ સરળ બનાવવાનો સમય...' પીએ

'કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી, પરંતુ હવે વ્યાપારને વધુ સરળ બનાવવાનો સમય...' પીએમ મોદીએ શું કહ્યું? જાણો

09/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

'કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી, પરંતુ હવે વ્યાપારને વધુ સરળ બનાવવાનો સમય...'  પીએ

પ્રધાનમંત્રી મોદી આજે ભાવનગરની મુલાકાતે હતા. જે દરમિયાન તેમણે ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. તેમણે બાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલી જનમેદનીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આજે પીએમ મોદીએ તેમની આગવી સ્ટાઇલમાં સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, 'ભાવનગરવાળાએ તો આજે વટ પાડી દીધો હોં.' તેમણે તેમના જન્મ દિવસે શુભકામના પાઠવનારાઓનો આભાર માન્યો અને કહ્યું કે, 'આ પ્રેમ મારી શક્તિ છે.'


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી

વડાપ્રધાને ભાવનગરના લોકોને સંબોધતા કહ્યું કે તેઓ એવા સમયે અહીં આવ્યા છે જ્યારે નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ વખતે જીએસટીમાં ઘટાડાને કારણે બજારોમાં વધુ રોનક જોવા મળશે અને આ ઉત્સવના માહોલમાં આપણે 'સમુદ્રથી સમૃદ્ધિનો મહા-ઉત્સવ' મનાવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતને જો 2047 સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે. આ જ વિચાર સાથે આજે ભારત મેરિટાઇમ સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરવા જઈ રહ્યું છે. તેમણે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે હવે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા આપી દીધી છે, જે દેશના મેરિટાઇમ સેક્ટરને મજબૂતી આપશે.

પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સાચા અર્થમાં જો આપણો કોઈ દુશ્મન હોય તો તે બીજા દેશો પરની આપણી નિર્ભરતા છે. તેમણે આ નિર્ભરતાને હરાવવા માટે સૌને સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું. ગુજરાતીમાં એક કહેવત છે, '100 દુઃખની એક દવા', અને મારા મતે, આ 100 દુઃખોની એક જ દવા છે - 'આત્મનિર્ભર ભારત'. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.



કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી

પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પછી કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી, જેના કારણે 6-7 દાયકા બાદ પણ ભારત તે સફળતા પ્રાપ્ત કરી શક્યું નથી જેનો તે હકદાર હતો. તેમણે આ માટે બે મોટા કારણો આપ્યા: લાંબા સમય સુધી કોંગ્રેસ સરકારે દેશને લાયસન્સ-કોટા રાજમાં ફસાવી રાખ્યો અને દેશને વૈશ્વિક બજારથી અલગ-થલગ રાખ્યો, જેનાથી યુવાનોને મોટું નુકસાન થયું.



વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'આ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top