'બાળક હાથ દુઃખતા હશે, કોઈ જરા આ ચિત્રને કલેક્ટ કરો.....' પીએમ મોદીના જાહેર સંબોધનમાં સર્જાઈ ભાવુક કરતી ક્ષણો, જુઓ વિડીઓ
પીએમ મોદી આજે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરમાં પીએમ મોદીએ રોડ શો કરી લોકોનું સંબોધન લીધું હતું. ત્યારબાદ જવાહર મેદાનમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. તેમણે બાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલી જનમેદનીને સંબોધિત કરી હતી. તેમના આ સંબોધન દરમિયાન એક ખૂબ જ ભાવુક કરી દેનાર ઘટના બની હતી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ભાવનગરના આ કાર્યક્રમમાં ધોરણ 8માં અભ્યાસ કરતો બાળક પ્રધાનમંત્રી મોદી માટે તેમનું સકેચ તૈયાર કરીને લાવ્યો હતો. ત્યારે તેમના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ આ બાળકને જોતા કહ્યું કે, એક નાનો બાળક ચિત્ર બનાવીને લાવ્યો છે, કયારનો ઉભો છે, એના હાથ દુઃખતા હશે. કોઈ જરા આને કલેક્ટ કરે. શાબાશ બેટા." વડાપ્રધાન મોદીએ એટલું કહેતા જ બાળક ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો, તો વડાપ્રધાન મોદીએ કહ્યું - "મળી ગયું તારું ચિત્ર, રડવાની જરૂર નથી. જો આની પર તારું એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ." આ પછી ફરી તેઓ સભાને સંબોધતા કહે છે - "સાથીઓ, આ નાના-નાના બાળકોનો પ્રેમ, આનાથી વધારે મોટી જીવનની પૂંજી શું હોઈ શકે છે."
આમ પીએમ મોદી સંબોધન દરમિયાન લોકોની વચ્ચે આ બાળકના હાથમા રહેલા પોસ્ટર અને બાળક પર નજર પડતાં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. પીએમ મોદીએ પોસ્ટર સ્વીકારતા બાળકની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા હતા. અને લોકો આ ભાવુક કરતી ક્ષણ સાક્ષી બન્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp